Site icon

ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ ની આ જાેડી રિયલ લાઈફમાં પણ છે એકબીજાના પ્રેમમાં

News Continuous Bureau | Mumbai

અર્બન ગુજરાતી ફિલ્મ (Gujarati film) છેલ્લો દિવસ (Chhello divas) જાેઈ હોય તો તેમાં યશ સોની (Yash Soni)એટલે ફિલ્મનો નિખિલ-નિકને તો જાણતા હશો. અને કોલેજની સૌથી સુંદર છોકરી એટલે પૂજા (Janki Bodiwala). કોલેજના પહેલા દિવસથી એકબીજાને પસંદ કરતાં બંને પ્રેમી છેલ્લા દિવસે એકબીજાને પ્રપોઝ કરે છે. અને બંનેની જાેડી બની જાય છે. પરંતુ આ જ પ્રેમી જાેડી હવે રિયલ લાઈફમાં (Real life) પણ જાેવા મળશે. કેમ કે યશ સોની અને જાનકી બોડીવાલાએ કન્ફર્મ કર્યું છેકે તેઓ એકબીજાને ડેટ (date)કરે છે.

Join Our WhatsApp Community

ફિલ્મમાં એક ગીત આવે છે કે કહેવું ઘણું ઘણું છે.. પરંતુ રિયલ લાઈફમાં બંનેએ એકબીજાને ઘણું કહી દીધું છે. યશ સોની અને જાનકીએ પોતાના ઈન્સ્ટાગ્રામ Yash-Janki Instagram) એકાઉન્ટ પર ગૂડ ન્યૂઝ (good news)શેર કરતાં લખ્યું કે ૧+ ૧= પરિવાર. ઉફ સમસ્યાઓ હોવા છતાં આ વાતની જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે અમે એકસાથે ખુશ છીએ. અમારા પરિવારના આશીર્વાદની સાથે જીવનની આ સુંદર સફર પર તમારી શુભેચ્છાઓ અમારા પર વરસાવતા રહેજાે. વધુ તસવીરો ઝડપથી આવશે. જાેડાયેલા રહેજાે.યશ સોની અને જાનકી (Yash-Janki) બોડીવાલા હવે લગ્નના બંધનમાં ક્યારે બંધાશે તે અંગે કોઈ જાણકારી આપી નથી. પરંતુ એવું લાગે છે કે કદાચ આ વર્ષે બંને લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. 

આ સમાચાર પણ વાંચો: કારની બ્રેક ફેલ થવાથી તનુશ્રી દત્તા નો થયો અકસ્માત, જાણો હાલ કેવી છે અભિનેત્રી ની હાલત

યશ સોની (Yash Soni) છેલ્લો દિવસ પછી ચાલ જીવી લઈએ (Chal jivi laiye)માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં જે રીતે સિદ્ધાર્થ રાંદેરિયા(Siddharth Randeria)અને યશ સોનીએ રોલ ભજવ્યો હતો. જેને જાેઈને અનેકની આંખોમાં આંસુ આવી ગયા હતા. પાપા પગલી અને ચાંદને કહો આજે પણ લોકોના ફોનમાં રિંગટોન સ્વરૂપે સાંભળવા મળે છે. જ્યારે જાનકી (Janki Bodiwala)ઓ તારી, તંબુરો, છૂટી જશે છક્કા અને તારી માટે વન્સ મોર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ સિવાય તે મ્યૂઝિક વીડિયો રાધાને શ્યામમાં જાેવા મળી હતી.

Krrish 4: ક્રિશ 4 ને લઈને રાકેશ રોશને કર્યો ખુલાસો, જાણો ક્યારે રિલીઝ થશે રિતિક રોશન ની ફિલ્મ
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી માં વધશે પરી ની મુશ્કેલી, શો માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી
Rupali Ganguly: ‘અનુપમા’ ની રૂપાલી ગાંગુલી પર ‘ટોક્સિક’ હોવાનો આરોપ! પ્રોડ્યુસર રાજન શાહીએ જણાવી હકીકત
‘The Bads of Bollywood’ Trailer: ધ બેડસ ઓફ બોલિવૂડ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, આર્યન ખાન ની ડિરેક્ટોરિયલ ડેબ્યુ સિરીઝ માં જોવા મળી બોલીવૂડના ચમકતા ચહેરાઓની ઝલક
Exit mobile version