News Continuous Bureau | Mumbai
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ (mr.perfectnist)આમિર ખાન આ દિવસોમાં તેની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' ફ્લોપ(Lalsingh Chaddha flop) થવાને કારણે ચર્ચામાં છે. 11 ઓગસ્ટે રિલીઝ થયેલી લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ છે. આ ફિલ્મ ફ્લોપ થતાં આમિર ખાન સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે. તાજેતરમાં, અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ(Instagram) પરથી એક વીડિયો શેર કર્યો છે. આમિર ખાન પ્રોડક્શન દ્વારા જાહેર કરવામાં આવેલા આ વીડિયો દ્વારા અભિનેતાએ હાથ જોડીને જનતાની માફી માંગી છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, "આપણે બધા માનવ છીએ અને ભૂલો આપણાથી થાય છે,"
વીડિયોમાં આગળ લખવામાં આવ્યું છે કે, "ક્યારેક શબ્દો દ્વારા, ક્યારેક ક્રિયાઓ દ્વારા, ક્યારેક અજાણતામાં, ક્યારેક ગુસ્સામાં, ક્યારેક મજાકમાં, ક્યારેક વાત ન કરીને. હું મન,વચન અને કાયા થી માફી માંગુ(apologise) છું. મિચ્છામી દુક્કડમ." જણાવી દઈએ કે આમિર ખાન પ્રોડક્શન દ્વારા રિલીઝ કરવામાં આવેલ આ વીડિયો 'મિચ્છામી દુક્કડમ' શેર કરવામાં આવ્યો છે. આમિર ખાનના આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ(comment) કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.આમિર ખાન ની ટીમ દ્વારા શેર કરવામાં આવેલા વિડીયો માં ભૂલ કરવામાં આવી હતી જેના પગલે આ માફી ની ટીકા(troll) થઇ રહી છે જેને કારણે આમિર ખાન ફરી એક વાર ટ્રોલ થઇ રહ્યો છે. આ જોતા આમીરખાન ની ટીમે આ વિડીયો ને ડીલીટ(delete) કરી દેવામાં આવ્યો હતો અને સુધારીને બીજો વિડીયો મુકવામાં આવ્યો હતો પરંતુ તેમાં પણ ભૂલ જોવા મળી રહી છે. જેમાં હિન્દી શબ્દો ના ઈંગ્લીશ સ્પેલિંગ માં ભૂલો હતી તેમજ માફી માંગતો અવાજ પણ પ્રભાવ પાડે તેવો નહોતો.
આ સમાચાર પણ વાંચો : બૉલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીસ બરાબરની ફસાઈ- 200 કરોડના કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે આપ્યા આદેશ
તમને જણાવી દઈએ કે, 'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર ફિલ્મના બહિષ્કારની (Boycott)ઝુંબેશ ચાલી રહી હતી. હકીકતમાં, મોટા ભાગના દર્શકો આમિર ખાનના જૂના નિવેદનોને લઈને અભિનેતાથી નારાજ હતા. આ ટ્રેન્ડે આમિર ખાનની ફિલ્મ પર ખરાબ અસર કરી. 180 કરોડના બજેટમાં બનેલી કરીના કપૂર અને આમિર ખાન સ્ટારર ફિલ્મે માત્ર 60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.મીડિયા માં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, 'લાલ સિંહ ચડ્ઢા' ફ્લોપ થયા બાદ આમિર ખાને હવે 2 મહિના માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો છે. અહેવાલો છે કે આ દિવસોમાં આમિર સાન ફ્રાન્સિસ્કોમાં(san francisco) વેકેશન પર છે.