News Continuous Bureau | Mumbai
Aamir Khan: બોલીવૂડ અભિનેતા આમિર ખાને પોતાની નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’ ને યૂટ્યુબ પર રિલીઝ કરી છે. આ ફિલ્મ પે-પર-વ્યૂ મોડલ હેઠળ ઉપલબ્ધ છે. જોકે, એપલ ડિવાઇસ વપરાશકર્તાઓને ફિલ્મ માટે વધુ ભાડું બતાવાયું, જેને લઈને આમિર ખાને માફી માગી છે અને કહ્યું છે કે તેમની ટીમ આ ખામી સુધારવા માટે કાર્યરત છે.
આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor Ramayana: રામાયણમાં ભગવાન રામ બનવા માટે રણબીર કપૂર કરી રહ્યો છે તનતોડ મહેનત, કો-સ્ટારે કર્યો ખુલાસો
આમિર ખાને ટેકનિકલ ખામી માટે માફી માંગી
આમિર ખાન પ્રોડક્શન્સે તેમના અધિકૃત X (Twitter) હેન્ડલ પરથી પોસ્ટ કરીને દર્શકોને માફી માંગી છે. પોસ્ટમાં જણાવાયું કે, “અમે દિલથી માફી માંગીએ છીએ. અમને જાણ થઈ છે કે એપલ ડિવાઇસ પર ફિલ્મની કિંમત વધુ બતાવવામાં આવી રહી છે. અમારી ટીમ આ ખામી ને ઝડપથી સુધારવા માટે કાર્યરત છે.”
Our sincere apologies 🙏🏽
We just became aware that the cost to rent our film Sitaare Zameen Par is reflecting as ₹179 on Apple devices.
We are trying to resolve this issue as soon as possible.
Thank you for your patience and understanding 🙏🏽
— Aamir Khan Productions (@AKPPL_Official) July 31, 2025
‘સિતારે જમીન પર’ 20 જૂન 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેને દર્શકો તથા સમીક્ષકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. હવે યૂટ્યુબ પર રિલીઝ કરીને આમિર ખાને વધુ વ્યાપક દર્શકવર્ગ સુધી ફિલ્મ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)