News Continuous Bureau | Mumbai
Aamir khan:બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનીસ આમિર ખાન અને રિના દત્તા ની દીકરી ઇરા ખાન આવતીકાલે તેના મંગેતર નૂપુર શિખરે સાથે લગ્ન ના બંધન માં બંધાશે. ઇરા અને નૂપુર ના પ્રિ વેડિંગ ફંક્શન થઇ ચુક્યા છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી હવે આમિર ખાન તેની દીકરી ઇરા ખાન ના લગ્ન ની તૈયારી માં વ્યસ્ત છે. દીકરી ઈરાના લગ્ન પહેલા આમિર ખાન અને રીના દત્તાના મુંબઈના ઘરને સુંદર રીતે સજાવવામાં આવ્યું છે.બંને ઘર રોશનીથી ઝળહળી રહ્યા છે.
આમિર ખાન ના ઘરે દીકરી ઇરા ના લગ્ન ની તૈયારી
આમિર ખાન ની દીકરી તેના મંગેતર નૂપુર સાથે મહારાષ્ટ્રીયન રીતિ રિવાજ મુજબ લગ્ન કરશે. મીડિયા રીપોર્ટ માં એવું કહેવામાં આવ્યું હતું કે બંને પહેલા કોર્ટ મેરેજ કરશે અને ત્યારબાદ મહારાષટીયન રીતિ રિવાજ મુજબ લગ્ન કરશે.હવે આમિર ખાન ના ઘરે ઇરા ખાન ના લગ્ન ની તૈયારી થઇ ગઈ છે. આમિર ખાન ના મુંબઈ ના બે માળ ના ઘર ને રોશની થી સજાવવામાં આવ્યું છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, ઇરા ખાન એ આમિર ખાન અને રિના દત્તા ની દીકરી છે. આમિર ખાને પહેલા રિના દત્તા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો છે એક ઇરા ખાન અને બીજો જુનૈદ ખાન.
આ સમાચાર પણ વાંચો : Aamir khan: અભિનય બાદ હવે આમિર ખાન ને લાગ્યો આ વસ્તુ નો ચસ્કો, આ ક્ષેત્ર ની લઇ રહ્યો છે તાલીમ