Site icon

૩૦ વર્ષમાં બે વખત તૂટ્યાં આમિર ખાનનાં લગ્ન, કિરણ રાવ સાથે લેવા જઈ રહ્યા છે છૂટાછેડા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

15 વર્ષનાં લગ્ન પછી આમિર ખાન અને કિરણ રાવે પોતાના સંબંધોને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. આમિર અને કિરણના એક જૉઇન્ટ સ્ટેટમેન્ટમાં એ વાતની જાહેરાત કરી છે કે બંનેના રસ્તાઓ અચાનક અલગ થઈ રહ્યા છે. બંને હવે પોતાના જીવનને પતિ-પત્નીની જગ્યાએ અલગ-અલગ જીવશે.

આમિર ખાન અને કિરણ રાવે પોતાના સ્ટેટમેન્ટમાં લખ્યું, ‘15 સુંદર વર્ષોમાં અમે એકસાથે જીવનભરના અનુભવ અને આનંદ શૅર કર્યા છે. અમારો સંબંધ માત્ર વિશ્વાસ, સન્માન અને પ્રેમમાં વધ્યો છે. હવે અમે પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા ઇચ્છીએ છીએ. પતિ-પત્ની અને પરિવારના રૂપમાં નહીં. અમે કેટલાક સમય પહેલાં એક અલગ થવાનો પ્લાન શરૂ કર્યો હતો. હવે આ વ્યવસ્થાને ઔપચારિક રૂપ આપવાનું સહજ અનુભવી રહ્યાં છીએ.

તેમણે આગળ લખ્યું, અમે બંને અલગ-અલગ રહેવા છતાં પોતાના જીવનને એક વિસ્તારિત પરિવારની જેમ શૅર કરીશું. અમે પોતાના પુત્ર આઝાદ પ્રત્યે સમર્પિત માતા-પિતા છીએ, જેનું પાલન-પોષણ અમે સાથે મળીને કરીશું. અમે ફિલ્મો, પાણી ફાઉન્ડેશન અને અન્ય પરિયોજનાઓમાં પણ સહયોગીના રૂપમાં કામ કરવાનું ચાલું રાખીશું, જેના વિશે અમે દિલથી ચિંતા કરીએ છીએ. અમારા સંબંધમાં નિરંતર સમર્થન અને સમજ માટે અમારા પરિવારો અને દોસ્તોનો ખૂબ-ખૂબ ધન્યવાદ જેના વગર અમે આ પગલું ભરવામાં સુરક્ષિત અનુભવતા નહીં. અમે અમારા શુભચિંતકોને શુભેચ્છાઓ અને આશીર્વાદની આશા કરીએ છીએ અને આશા છે કે, અમારી જેમ આ તલાકને અંતની જેમ નહીં, પરંતુ એક નવી સફરની શરૂઆતના રૂપમાં દેખશે. ધન્યવાદ અને પ્રેમ, કિરણ અને આમિર.

હવે અમિતાભ બચ્ચન સ્ટારર આંખે ફિલ્મની સિક્વન્સ નહીં આવે! દિગ્દર્શક એ આપ્યું કારણ

વધુમાં જણાવવાનું કે આમિર ખાન અને કિરણ રાવની મુલાકાત ફિલ્મ લગાનના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં કિરણ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી રહી હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને બંનેએ 24 ડિસેમ્બર 2005માં લગ્ન કરી લીધાં અને વર્ષ ૨૦૧૧માં સરોગસીની મદદથી પુત્ર આઝાદનો જન્મ થયો. કિરણથી પહેલાં આમિર ખાને રીના દત્તા સાથે લગન કર્યાં હતાં.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version