News Continuous Bureau | Mumbai
‘લાલ સિંહ ચઢ્ઢા’ ફ્લોપ થયા બાદ બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને એક્ટિંગથી દૂર છે. તાજેતરમાં, તેણે જાહેરાત કરી હતી કે તે થોડા સમય માટે અભિનયમાંથી બ્રેક લઈ રહ્યો છે અને આ સમય દરમિયાન નિર્માણ કરશે. જોકે બ્રેક બાદ આમિર ફરી એકવાર જોરદાર વાપસી કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર ‘સ્ત્રી’ ફિલ્મ પ્રોડ્યુસર દિનેશ વિજાનની આગામી ફિલ્મમાં જોવા મળી શકે છે.
ઉજ્જવલ નિકમ ની બાયોપિક કરી શકે છે આમિર ખાન
વાસ્તવિક વ્યક્તિત્વથી પ્રેરિત પાત્રો માટે આમિર હિન્દી સિનેમાનો મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા છે. આમિરની રુચિ પ્રથમ ફિલ્મ મંગલ પાંડેઃ ધ રાઇઝિંગ પછી દંગલમાં જોવા મળી હતી. આ ક્રમમાં, એવા અહેવાલો છે કે તેઓ પદ્મશ્રીથી સન્માનિત સરકારી વકીલ ઉજ્જવલ નિકમની બાયોપિક પર કામ કરી રહ્યો છે.તમને જણાવી દઈએ કે ઉજ્જવલ નિકમની બાયોપિક બનવાના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે, જો કે વિવિધ કારણોસર ફિલ્મ પર કામ આગળ વધી શક્યું નથી. આ પહેલા ફિલ્મ નિર્માતા ઉમેશ શુક્લાએ મીડિયા સાથેની મુલાકાત દરમિયાન પુષ્ટિ કરી હતી કે તેઓ ઉજ્જવલ નિકમની બાયોપિક પર કામ કરી રહ્યા છે. જો કે ત્યાર બાદ આ ફિલ્મને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી.
આ સમાચાર પણ વાંચો : Hema malini: ફરી ફિલ્મો માં કામ કરવા માંગે છે હેમા માલિની, ડ્રીમ ગર્લ એ નિર્માતા સામે રાખી આવી શરત
આમિર ખાન ને આવ્યો હતો ઉજ્જવલ નિકમ ની બાયોપીક નો પ્રસ્તાવ
મીડિયા માં વહેતા થયેલા અહેવાલ અનુસાર , ઉજ્જવલની બાયોપિકનો પ્રસ્તાવ આમિરને કોરોના મહામારી પહેલા આવ્યો હતો. તે પછી બીજા ઘણા નિર્માતાઓએ આ ફિલ્મ બનાવવાની કોશિશ કરી, પરંતુ કામ ન થયું. હવે આમિર નિર્માતા દિનેશ વિજાન સાથે આ ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. અગાઉ આ ફિલ્મમાં આમિર અભિનય કરતો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. જોકે, ગયા વર્ષની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતા બાદ આમિરે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. આવી સ્થિતિમાં તે પોતે આ ફિલ્મમાં અભિનય કરશે કે નહીં તે તો સમય જ કહેશે.