News Continuous Bureau | Mumbai
આમિર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા (social media)પર ધૂમ મચાવી રહ્યો છે જેમાં તે તેના નાના પુત્ર આઝાદ સાથે મુંબઈના વરસાદની(Mumbai rain) મજા માણી રહ્યો છે. આ વીડિયોમાં પિતા-પુત્ર ફૂટબોલ(playing football) રમતા જોવા મળે છે અને ઉપરથી વરસાદ પડી રહ્યો છે.આમિર ખાને સત્તાવાર પ્રોડક્શન હેન્ડલ પરથી પોતાના પુત્ર સાથેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. બંને એકબીજાની કંપનીનો આનંદ માણી રહ્યાં હોય તેવું લાગે છે.બંને પાર્કિંગ એરિયાની (parking area)નાની જગ્યામાં ફૂટબોલ રમી રહ્યા છે અને વરસાદની મજા લઇ રહ્યા છે.
All fun and a lot of rains!
Aamir & Azad enjoy the rains over a football session. pic.twitter.com/0aWXY35vhF
— Aamir Khan Productions (@AKPPL_Official) June 21, 2022
વીડિયોમાં એક સમયે આઝાદ કહી રહ્યો છે કે તેને 3 સ્કોર મળ્યા છે જ્યારે આમિર કહે છે કે માત્ર 1 જ થયો છે. આઝાદ અને આમિરને વરસાદમાં (rain)આ રીતે રમતા જોઈને ચાહકો પણ ફૂટબોલ રમવા લાગ્યા છે. આમિર પોતાના પુત્ર સાથે આ રીતે ક્વોલિટી ટાઈમ (quality time)વિતાવે તે ચાહકોને ખૂબ જ ગમે છે. ચાહકો પણ આમિર અને આઝાદના આ વીડિયોને જોરદાર એન્જોય (video enjoy)કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે આમિર અને કિરણ રાવે વર્ષ 2005માં લગ્ન (marriage)કર્યા હતા અને આઝાદનો જન્મ 2011માં સરોગસી દ્વારા થયો હતો. જુલાઈ 2021 માં, કિરણ અને આમિરે એકબીજાથી અલગ થવાની (separation)જાહેરાત કરી. જો કે આ પછી પણ બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે.
આ સમાચાર પણ વાંચો : શું ખરેખર દીપિકા પાદુકોણને તબિયત બગડવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી-નિર્માતાએ જણાવ્યું સત્ય
આમિર ખાન ના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા 'લાલ સિંહ ચઢ્ઢા'ની(Lal singh chaddha) રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ ટોમ હેન્ક્સ અભિનીત 'ફોરેસ્ટ ગમ્પ'નું (forest gumps)રૂપાંતરણ છે. ફિલ્મમાં કરીના કપૂર, મોના સિંહ, નાગા ચૈતન્ય જેવા ઘણા સ્ટાર્સ છે. આ ફિલ્મ ઓગસ્ટ મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.