News Continuous Bureau | Mumbai
Aamir khan: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ ને લઈને નવી માહિતી સામે આવી છે.વર્ષ 2022માં રિલીઝ થયેલી તેની ‘લાલ સિંહ ચઢ્ઢા’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આ ફિલ્મ ફ્લોપ થયા બાદ આમિર ખાને એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો અભિનેતા હવે ધમાકેદાર વાપસી તૈયાર છે અને તે નિર્માતા અને અભિનેતા બંને તરીકે બહુવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યો છે. આમિર ખાને હાલમાં જ તેના આગામી પ્રોજેક્ટ વિશે માહિતી આપતા કહ્યું કે તેના આગામી એક્ટિંગ પ્રોજેક્ટનું નામ ‘સિતારે જમીન પર’ છે.આ સ્પેનિશ ફિલ્મ ‘ચેમ્પિયન’ની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં આમિર ખાન કોચની ભૂમિકા ભજવશે. તેની સામે એક નવો ચહેરો જોવા મળશે.
આમિર ખાન ની ફિલ્મ ની અભિનેત્રી હશે જેનેલિયા ડિસુઝા દેશમુખ
મીડિયા રિપોર્ટ અનુસાર, અભિનેત્રી જેનેલિયા એ આમિર ખાનની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ સાઈન કરી છે. અભિનેત્રીએ 16 વર્ષ પહેલા આમિર સાથે તેની ફિલ્મ ‘જાને તુ યા જાને ના’ પ્રોડ્યુસ કરતી વખતે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેનો ભાણિયો ઇમરાન ખાન પણ હતો, હવે જેનેલિયા આમિર સાથે સ્ક્રીન શેર કરશે. રિપોર્ટ્સ અનુસાર, તે આમિરની પ્રમિકા ની ભૂમિકા ભજવતી જોવા મળશે.
View this post on Instagram
આમિર ખાન સાથે ફિલ્મ કરવાને લઇ ને ખુશ છે જેનેલિયા
અહેવાલો અનુસાર, “આમિર માને છે કે જેનેલિયા એક મજબૂત સ્વતંત્ર મહિલાના રોલમાં ફિટ છે. તેના દિગ્દર્શક સાથે ચર્ચા કર્યા બાદ આમિરે જેનેલિયાને ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કાસ્ટ કરી છે. જેનેલિયા આમિર ની પ્રેમિકા ની ભૂમિકા ભજવશે અને અભિનેતાની સાથે ખાસ વિકલાંગ લોકોની ટીમને તાલીમ આપવા માટે પ્રવાસ પર પણ જશે. જેનેલિયા પણ આ પાત્ર ભજવવા અને પહેલીવાર આમિર સાથે કામ કરવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.”
આ સમાચાર પણ વાંચો : Aamir khan: ‘લાલ સિંહ ચઢ્ઢા’ બાદ આ ફિલ્મ સાથે ધમાકેદાર વાપસી કરી રહ્યો છે આમિર ખાન, ‘તારે જમીન પર’ સાથે છે કનેક્શન