Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન ના એક્ટ એ જીત્યા લોકો ના દિલ, માતા ઐશ્વર્યા ના અભિનય સાથે થઇ દીકરી ની તુલના, જુઓ વિડીયો

Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન ના સ્કૂલ ઇવેન્ટ ના ઘણા વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં આરાધ્યા નો અભિનય જોઈ લોકો તેના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વિડીયો આરાધ્યા બચ્ચન ની સ્કૂલ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ ના એન્યુઅલ ડે નો છે.

by Zalak Parikh
aaradhya bachchan act won people heart her annual day function stage performance video goes viral

News Continuous Bureau | Mumbai

Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન ઐશ્વર્યા અને અભિષેક ની પુત્રી છે તે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ માં ભણે છે. ગઈકાલે સ્કૂલ નો એન્યુઅલ ડે હતો જેમાં અભિષેક ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા એ ભાગ લીધો હતો. આરાધ્યા ના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં તેને તેની હૅરસ્ટાઈલ ને લઈને ટ્રોલ કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે આરાધ્યા નો વિડીયો જોઈ લોકો તેને ટ્રોલ નહીં પરંતુ તેના અભિનય ના વખાણ કરી રહ્યા છે. તેમજ તેની સરખામણી તેની માતા ઐશ્વર્યા ના અભિનય સાથે પણ કરી રહ્યા છે. 

 

આરાધ્યા બચ્ચન નું સ્ટેજ પરફોર્મન્સ 

આરાધ્યા બચ્ચન ના વાયરલ થયેલા વિડીયો માં જોઈ શકાય છે કે આરાધ્યા સ્ટેજ પર પરફોર્મ કરે છે આ એક પ્લે છે જેમાં તે તેનો અભિનય અને ડાન્સ મૂવ્સ કરતી જોવા મળે છે. આરાધ્યા બચ્ચનની જોરદાર એક્ટિંગ જોઈને ઐશ્વર્યા પણ ખૂબ જ ખુશ જોવા મળી રહી છે અને તે પોતે પણ પોતાની દીકરીનો વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઐશ્વર્યા સાથે અગસ્ત્ય નંદા અને વૃંદા રાય પણ આરાધ્યાને જોઈને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.


સોશિયલ મીડિયા પર આરાધ્યા ના અભિનય નો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આરાધ્યા ની એક્ટિંગ જોઈ લોકો ને તેને સુપરસ્ટાર કહી રહ્યા છે ઘણા તેની સરખામણી ઐશ્વર્યા ના અભિનય સાથે કરી રહ્યા છે તો ઘણા કહી રહ્યા છે કે અભિનય માં તે તેના દાદા અમિતાભ બચ્ચન નો વારસો જાળવી રાખશે.   

આ સમાચાર પણ વાંચો : Shreyas talpade: બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડે ને આવ્યો શૂટિંગ દરમિયાન હાર્ટ એટેક, જાણો હાલ કેવી છે અભિનેતા ની તબિયત

Join Our WhatsApp Community

You may also like