Site icon

abhishek bachchan: કોફી વિથ કરણ ચેટ શો માં અભિષેક બચ્ચને સલમાન ખાન ને આપી હતી આ સલાહ, ઐશ્વર્યા રાયનું રિએક્શન થયું વાયરલ

જ્યારે અભિષેક બચ્ચને આ કહ્યું ત્યારે ઐશ્વર્યા રાય બચ્ચન પણ અભિષેક સાથે હાજર હતી. જ્યારે અભિષેક બચ્ચન આ વાત કહી રહ્યા હતા ત્યારે ઐશ્વર્યા રાયના એક્સપ્રેશન જોવા લાયક હતા

abhishek bachchan comment on salman khan muscular body and aishwarya rai reaction goes viral

abhishek bachchan: કોફી વિથ કરણ ચેટ શો માં અભિષેક બચ્ચને સલમાન ખાન ને આપી હતી આ સલાહ, ઐશ્વર્યા રાયનું રિએક્શન થયું વાયરલ

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચને(abhishek bachchan) એકવાર સુપરસ્ટાર સલમાન ખાન (salman khan)ને સલાહ આપી હતી કે તેણે વર્કઆઉટ કરવાનું બંધ કરી દેવું જોઈએ. રિયાલિટી ચેટ શો ‘કોફી વિથ કરણ’ (koffee with karan)પર વાતચીત દરમિયાન અભિષેક બચ્ચને કરણ જોહરને કહ્યું હતું કે હવે સલમાન ખાન વારંવાર શર્ટ (muscular body) ઉતારવા માટે જાણીતો છે, જ્યારે મને લાગે છે કે તે તેના કરતા વધુ કાબેલિયત ધરાવે છે.

Join Our WhatsApp Community

 

કરણ જોહરે અભિષેક બચ્ચન ને પૂછ્યા સવાલ  

આ ચેટ શોમાં અભિષેક બચ્ચન સાથે ઐશ્વર્યા રાય બચ્ચન (aishwarya rai)પણ હાજર રહી હતી. જ્યારે અભિષેક બચ્ચન આ વાત કહી રહ્યો હતો ત્યારે ઐશ્વર્યા રાય ના એક્સપ્રેશન(reaction) જોવા જેવા હતા. ઐશ્વર્યા રાય બચ્ચને આ મુદ્દે કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો ન હતો અને ચૂપ રહી હતી. વાતચીત દરમિયાન કરણ જોહરે (Karan johar)અભિષેક બચ્ચનને પૂછ્યું કે બોલિવૂડમાં સૌથી વધુ સ્ટાઈલિસ્ટ કોની જરૂર છે? આના પર અભિષેક (abhishek bachchan)પોતાનું નામ લે છે. એ જ રીતે, જ્યારે તેઓ પૂછે છે કે ડાન્સિંગ ક્લાસ ની જરૂર કોને છે, ત્યારે અભિષેક કહે છે કે તમે. તમે નાનપણથી એક જ સ્ટેપ કરતા આવ્યા છો.દરમિયાન, પ્રશ્નોની શ્રેણી ચાલુ રહે છે અને કરણ જોહર કહે છે કે તમારે આ લોકો વિશે એક શબ્દ કહેવાનો છે. રિતિકના નામ પર અભિષેક કહે છે, “ચિલ આઉટ (મજા કરો). આ પછી, કરણ સલમાનનું નામ લે છે, જેના પર અભિષેક બચ્ચન (abhishek bachchan) કહે છે, “વર્કઆઉટ બંધ કરવું જોઈએ. આનું કારણ એ છે કે તે શર્ટ ઉતારવા માટે જાણીતો છે અને મને લાગે છે કે તે તેના કરતા ઘણો વધારે છે.જ્યારે અભિષેક બચ્ચન સલમાન ખાન (salman khan)પર જવાબ આપે છે, ત્યારે ઐશ્વર્યા રાયે કોઈ પ્રતિક્રિયા નથી આપતી. તે ચુપચાપ કંઈક વિચારી રહી હોય તેવું લાગે છે

અભિષેક બચ્ચન નું વર્ક ફ્રન્ટ 

અભિષેક બચ્ચન ની ફિલ્મ ઘૂમર હાલમાં રિલીઝ થઇ છે જેમાં તેની સાથે સૈયામી ખેર, અંગદ બેદી અને શબાના આઝમી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ સિનેમાઘરો માં સારું પ્રદર્શન કરી રહી છે. લોકોને આ ફિલ્મમાં અભિષેક બચ્ચન નો અભિનય ખુબ પસંદ આવ્યો છે. તમને જણાવી દઈએ કે એક સમયે ઐશ્વર્યા અને સલમાન એકબીજાને ડેટ કરી રહ્યા હતા, જોકે તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો ન હતો અને વિવાદો બાદ તેઓ અલગ થઈ ગયા હતા. બાદમાં ઐશ્વર્યા રાયે અભિષેક સાથે લગ્ન કર્યા અને હવે બંને સુખી જીવન જીવી રહ્યા છે. અભિષેક અને ઐશ્વર્યાને એક પુત્રી પણ છે જેનું નામ આરાધ્યા બચ્ચન છે.

આ સમાચાર પણ વાંચો : Ghoomar: ફિલ્મ ‘ઘૂમર’ના ક્લાઈમેક્સ સીનમાં આ બાળકી એ આપ્યો હતો ડાન્સનો આઈડિયા, અભિષેક બચ્ચન સાથે છે ખાસ કનેક્શન

Satish Shah: ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ફેમ સતીશ શાહનું નિધન, ૭૪ વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
Baahubali The Epic Trailer : મહિષ્મતી ની દુનિયા માં પાછા જવા થઇ જાઓ તૈયાર, પ્રભાસની ‘બાહુબલી – ધ એપિક’નું ટ્રેલર થયું રિલીઝ
Aryan Khan: ધ બેડસ ઓફ બોલિવૂડ બાદ હવે આર્યન ખાન લાવશે આ સુપરહીરો ની વાર્તા! લક્ષ્ય લાલવાણી સાથે કરશે વધુ એક પ્રોજેક્ટ
KBC 17 Child Contestant: KBC 17ના બાળક કન્ટેસ્ટન્ટ ઇશિત ભટ્ટ ને થયો તેના વર્તન પર પસ્તાવો, અમિતાભ બચ્ચનથી માફી માંગતા કહી આવી વાત
Exit mobile version