News Continuous Bureau | Mumbai
હાલમાં જ અભિષેક બચ્ચનની ફિલ્મ ‘દસવી’ રીલિઝ થઈ છે. આ સાથે જ તેને લગતા અનેક સમાચારો સામે આવી રહ્યા છે. ફિલ્મના પ્રમોશન (Dasvi pramotion) દરમિયાન અભિષેકે મીડિયા (media) સાથેની વાતચીતમાં ઘણી વાતો કહી. આમાંની કેટલીક બાબતો તેની પુત્રી અને કેટલીક પત્ની ઐશ્વર્યા રાય સાથે સંબંધિત હતી. અભિષેકે પોતાના સાથે જોડાયેલા ઘણા રહસ્યો પણ જાહેર કર્યા છે. અભિષેકે કહ્યું કે તેની સાથે એક વિચિત્ર સમસ્યા છે. તે પોતાના માટે ખોરાકનો ઓર્ડર આપી શકતો નથી. જો તેની સાથે પત્ની ઐશ્વર્યા નહીં હોય તો તે ખાધા વિના જ નીકળી જશે. તેણે તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે.
અભિષેક બચ્ચન શરમાળ છે. તે ક્યારેક અજાણ્યા લોકો સાથે વાત કરતા પણ ખચકાય છે. એક યુટ્યૂબર ઈનફ્લુએન્સર સાથેની વાતચીતમાં અભિષેકે તેની કેટલીક વિચિત્ર ટેવો વિશે વાત કરી. અભિષેક કહે છે, હું વસ્તુઓ પ્રત્યે ખૂબ જ સભાન છું. લોકો મારા પર હસે છે. આજે અમે હોટેલમાં બેઠા છીએ, પ્રેસ ટૂર છે અને જો કોઈ મને લોબીમાં લેવા નહીં આવે તો હું અંદર નહીં આવું. મને કોઈ પણ જગ્યાએ એકલા પ્રવેશતા ડર લાગે છે. મને મારી આસપાસ કોઈ જોઈએ છે. મને માર્ગદર્શન આપવા માટે કોઈ હોવું જોઈએ, હું આ બાબતમાં ખૂબ શરમાળ છું.અભિષેકે કહ્યું, મારી કેટલીક વિચિત્ર આદતો છે. હું ક્યાંક બહાર હોઉં અને સાંજે મારી પત્ની ફોન કરીને પૂછે કે દિવસ કેવો રહ્યો વગેરે… સામાન્ય પતિ-પત્ની વચ્ચે ની વાતો. તે કહેશે, તમે ખાધું? હું ના નો જવાબ આપીશ. પછી તે પૂછશે કે શું ખાવું છે અને પછી તે ઓર્ડર કરશે… હું રૂમ સર્વિસને કૉલ કરી શકતો નથી. ઐશ્વર્યાએ રૂમ સર્વિસને ફોન કરવો પડે છે નહીં તો હું જમતો નથી. મારી સમસ્યા એ છે મને ફોન પર અજાણી વ્યક્તિ સાથે વાત કરવામાં તકલીફ થાય છે. જ્યારે તેને કહેવામાં આવ્યું કે તેની પત્ની ખૂબ જ સારી છે. આના પર તે સંમત થયો, અને તેને કહ્યું હા તે શ્રેષ્ઠ છે.
આ સમાચાર પણ વાંચો : ગામ દુનીયાની પંચાતમાં કાયમ વિવાદીત નિવેદન આપનાર મહેશ ભટ્ટ આલીયા અને રણબીરના લગ્ન સંદર્ભે ચુપ છે. નથી આપ્યું એકેય નિવેદન. પણ શા માટે? ખુલાસો કર્યો મુકેશ ભટ્ટે
તમને જાણવી દઈએ કે, તુષાર જલોટા દ્વારા નિર્દેશિત 'દસવી'માં અભિષેકના અભિનયના વખાણ થઈ રહ્યા છે. ફિલ્મમાં, તે એક દોષિત મુખ્યમંત્રીની ભૂમિકા ભજવે છે જે જેલના સળિયા પાછળથી ધોરણ 10થી આગળ અભ્યાસ કરવાનું નક્કી કરે છે. ફિલ્મમાં નિમરત તેની પત્ની અને નવા મુખ્યમંત્રીની ભૂમિકામાં છે જ્યારે યામી જેલરની ભૂમિકામાં છે.