News Continuous Bureau | Mumbai
અભિષેક બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ભલે તે ટ્રોલ્સ ને પાઠ ભણાવવાની હોય કે પછી ચાહકો સાથે વાતચીત કરવાની હોય, તેના ટ્વિટ્સ માં અદ્ભુત રમૂજ પણ જોવા મળે છે. રણબીર કપૂરના એક પ્રશંસકે અભિષેક વિશે કહ્યું કે તે માધુરી દીક્ષિત પછી શ્રેષ્ઠ ડાન્સર છે ત્યારે ફરી એકવાર એવું જ જોવા મળ્યું. અન્ય ટ્વિટર યુઝર્સે તે યુઝરને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ઘણાએ ઇન્ડસ્ટ્રી ના અન્ય કલાકારોનો ઉલ્લેખ કર્યો છે જેઓ નૃત્યના નિષ્ણાત તરીકે જાણીતા છે. તેમાં ગોવિંદા, રિતિક રોશન અને ટાઇગર શ્રોફ જેવા કલાકારો છે. જો કે, અભિષેકે યૂઝરને ફની રીતે જવાબ આપ્યો જેના પછી તેનું ટ્વીટ વાયરલ થયું.
અભિષેક બચ્ચને આપી આવી પ્રતિક્રિયા
યુઝરે 2012ની ફિલ્મ ‘બોલ બચ્ચન’ના અભિષેક બચ્ચનના ડાન્સનો વીડિયો શેર કર્યો હતો. આ એક ફની વીડિયો છે. અભિષેક ‘ઓ લા લા લા’, ‘જબ તક હૈ જાન’, ‘મેરે ઢોલના’, ‘હરા રંગ ડાલા’ જેવા ગીતો પર ડાન્સ કરે છે. યુઝરે તેની સાથે લખ્યું, ‘મારા માટે તે માધુરી દીક્ષિત પછી શ્રેષ્ઠ ડાન્સર છે. મને કોઈ ફરક નથી પડતો.’ જવાબમાં અભિષેકે કહ્યું, ‘શું આના પર ક્યારેય કોઈ દલીલ થઈ હતી? આગળ તેણે હસવાનું ઈમોજી બનાવ્યું.આ વિશે જવાબ આપતાં એક યુઝરે લખ્યું, ‘તેને શૂટ કરવામાં ખૂબ મજા આવી હશે. ફિલ્મનો શ્રેષ્ઠ ભાગ.’ એક યુઝરે કહ્યું, ‘તેને હંમેશા ઓછો આંકવામાં આવ્યો હતો. મને ખાસ કરીને વેબ સિરીઝમાં તેનો અભિનય ગમ્યો.’ અન્ય એકે લખ્યું, ‘ફક્ત અભિષેક બચ્ચન જ આ કરી શક્યા હોત.
No more comparisons now. We got the winner @juniorbachchan https://t.co/u92U8Gp7BJ
— Yash Tondwalkar (@yash504) February 24, 2023
બોલ બચ્ચન માં અભિષેક ડબલ રોલમાં હતો
જણાવી દઈએ કે ‘બોલ બચ્ચન’ રોહિત શેટ્ટીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, અજય દેવગન, પ્રાચી દેસાઈ, અસિન, કૃષ્ણા અભિષેક અને અર્ચના પુરણ સિંહ છે. અભિષેકે ડબલ રોલ કર્યો હતો. વાયરલ વીડિયોમાં અભિષેકના પાત્રનું નામ અબ્બાસ છે જે ક્લાસિકલ કથક ડાન્સર છે. તે પૃથ્વીરાજ રઘુવંશી (અજય દેવગન) સામે પોતાની પ્રતિભા બતાવે છે.