અભિષેક બચ્ચને તેના ખરાબ સમય ને યાદ કરતા કહી આ વાત ; જાણો શું હતો મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ડિસેમ્બર 2021

ગુરુવાર

અમિતાભ બચ્ચને તાજેતરમાં કેબીસીના એક એપિસોડમાં તેમના જીવનના મુશ્કેલ સમય પર વાત કરી હતી. હવે અભિષેક બચ્ચને પોડકાસ્ટ દરમિયાન 90ના દાયકાની દુર્દશા વિશે વાત કરી છે. તે સમયે બચ્ચન પરિવાર પર એટલું દેવું હતું કે ખાવાની વ્યવસ્થા કરવા માટે પણ અમિતાભ બચ્ચને પૈસા ઉછીના લેવા પડ્યા હતા.અભિષેકે જણાવ્યું કે તે સમયે તેણે વિદેશમાં અભ્યાસ છોડીને ભારત આવવાનો નિર્ણય કર્યો હતો. અભિષેક બચ્ચનની ફિલ્મ ‘બોબ બિસ્વાસ’ તાજેતરમાં રિલીઝ થઈ છે. અમિતાભ બચ્ચન પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મ સાથે જોડાયેલી કંઈક પોસ્ટ કરી રહ્યા છે.

અભિષેક બચ્ચને ‘ધ રણવીર શો’ માં જણાવ્યું કે તેના પિતા અને પરિવારે જીવનમાં કેટલી મુશ્કેલીનો સામનો કર્યો છે. અભિષેકે જણાવ્યું કે તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. એક પુત્ર તરીકે, તેને લાગ્યું કે તે તેના પિતા સાથે હોવો જોઈએ, તેથી તેણે અભ્યાસ છોડી દીધો અને યુએસથી પાછો ફર્યો. અભિષેકે કહ્યું કે તેને લાગ્યું કે હું  વધુ નહીં તો આટલું તો કરી જ શકું છું .અભિષેકે કહ્યું કે, તેને પોતાની આસપાસ પરિવારના સભ્યો રાખવાનું પસંદ છે. મારા માટે બોસ્ટનમાં બેસવું અશક્ય હતું અને મારા પિતા રાત્રિભોજનની વ્યવસ્થા કેવી રીતે કરશે તે પણ જાણતા ન હતા. તે ખૂબ જ ખરાબ સમય હતો અને તેણે આ વાત બધાની સામે કહી હતી. તેણે તેના સ્ટાફ પાસેથી  ખોરાક માટે પૈસા ઉછીના લેવા પડતા હતા.

સચિન તેંડુલકરની પુત્રી સારાએ મોડલિંગની દુનિયામાં કર્યો પ્રવેશ , શું ફિલ્મોમાં આવવા માટે કરી રહી છે તૈયારી ? જાણો વિગત

અભિષેક જણાવે છે કે તેણે અમિતાભ બચ્ચનને ફોન કર્યો અને કહ્યું કે તે કોલેજ છોડીને તેની પાસે ઘરે પાછા આવવા માંગે છે. તેણે કહ્યું કે તેના પિતા ખૂબ જ ભાવુક થઈ ગયા. બિગ બીએ તેમને કહ્યું કે તેઓ ખુશ થશે અને તેમને પાછા બોલાવ્યા.અમિતાભ બચ્ચનની કંપની ABCLને 90ના દાયકામાં મોટું નુકસાન થયું હતું. બિગ બીએ કેબીસીમાં એમ પણ કહ્યું છે કે તે સમયે તેમને કોઈ કામ આપી રહ્યું ન હતું. આ કારણે તેણે KBC હોસ્ટ કરવાનું સ્વીકાર્યું.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *