News Continuous Bureau | Mumbai
અભિષેક બચ્ચન અને સૈયામી ખેર સાથે, આર બાલ્કી એક એવી વાર્તા લઈને આવ્યા છે, જેમાં નિરાશા અને હતાશા છે, જેમાં ઉર્જા અને ઉત્સાહ છે, જેમાં જીવન માટે લડવાની ભાવના છે.’ઘૂમર’ એ એક મહિલા ક્રિકેટરની અસાધારણ સફરને દર્શાવતી ફિલ્મ છે, જેનું જીવન એક અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થઈ જાય છે જેમાં તેનો જમણો હાથ કપાઈ જાય છે અને માત્ર ડાબો બચે છે. સૈયામી આ ફિલ્મમાં લેફ્ટ આર્મ સ્પિનર છે. પરંતુ અકસ્માત બાદ તે ડિપ્રેશનમાં આવી જાય છે અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ત્યારબાદ અભિષેકનું પાત્ર ડાંગર તેના જીવનમાં પ્રવેશે છે. અભિષેક બચ્ચન પણ કોઈ કોચની જેમ પરફેક્ટ નથી. તે તેના ભૂતકાળના કારણે ડિપ્રેશન અને ડ્રગ્સની લતનો પણ શિકાર છે. પરંતુ આ છોકરીને તાલીમ આપતાં તેને તેના જીવનનો હેતુ પણ મળી જાય છે. ફિલ્મ જોતી વખતે ઘણી વખત તમારી આંખો ભીની થઈ જશે અને ઘણી વખત તમને તમારા જીવનની મુશ્કેલીઓ સામે લડવાની હિંમત પણ મળશે.
અભિષેક અને સૈયામી ના અભિનય એ જીત્યું દિલ
સૈયામીએ ફિલ્મમાં અનીનાના રોલમાં દિલધડક કામ કર્યું છે. તેની બાકી ના કામ કરતાં તમને અહીં કંઈક અલગ જોવા મળશે. તેને જોઈને લાગશે કે તેણે ક્રિકેટરના પાત્ર માટે ઘણી મહેનત કરી છે અથવા તે ક્રિકેટર હતી. અભિષેક બચ્ચને ડાંગરના પાત્રમાં સારું કામ કર્યું છે. તે પોતાના પ્રદર્શનથી ચોંકાવનારું કામ કરી રહ્યો છે. આ વખતે ફરી તેના કામમાં નવીનતા છે. અંગદ બેદીએ સૈયામી ના બોયફ્રેન્ડ જીતનો રોલ કર્યો છે. તેણે ફિલ્મને સારી રીતે પોતાનું સમર્થન આપ્યું છે. શબાના આઝમીનું કામ અહીં ફરી જોવા જેવું છે. ફિલ્મમાં એક આશ્ચર્યજનક તત્વ છે, અમિતાભ બચ્ચન. ફિલ્મમાં તેની બે લાઈનો તમને ઈમોશનથી ભરી દે છે. શિવેન્દ્ર સિંહ ડુંગરપુર પિતાના રોલમાં છે, તેનું કામ તેને યાદગાર બનાવે છે. ફિલ્મમાં ઈવાંકા દાસનું કામ પણ શાનદાર છે.
આ સમાચાર પણ વાંચો : Ghoomar: ફિલ્મ ‘ઘૂમર’ના ક્લાઈમેક્સ સીનમાં આ બાળકી એ આપ્યો હતો ડાન્સનો આઈડિયા, અભિષેક બચ્ચન સાથે છે ખાસ કનેક્શન
ફિલ્મ નું ડાયરેક્શન, અને સંગીત
ફિલ્મની વાર્તા આર. બાલ્કી, રાહુલ સેનગુપ્તા અને ઋષિ વિરમાણી. ત્રણેયે ફિલ્મને પ્રેરણાદાયી બનાવવામાં કોઈ કસર છોડી નથી. બાલ્કીએ ફિલ્મમાં લિંગ સમાનતા, રમતગમતમાં ભેદભાવ, શિક્ષણનું મહત્વ અને અંધશ્રદ્ધાના મુદ્દા પણ ઉઠાવ્યા હતા. ફિલ્મની સિનેમેટોગ્રાફી ઘણી સારી છે. અમિત ત્રિવેદીએ ફરી એકવાર મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર સાથે શાનદાર કામ કર્યું છે. ઘૂમર તમને ડાન્સ કરવા માટે મજબૂર કરી શકે છે.’ઘૂમર’ માત્ર એક ફિલ્મ નથી; આ એક એવી વાર્તા છે જે દરેકને જીવવાની અને જીતવાની આશા આપે છે. આ ફિલ્મ અભિષેક બચ્ચનના કરિયરમાં માઈલસ્ટોન સાબિત થશે.