News Continuous Bureau | Mumbai
Besan Halwa : તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે. જેની શરૂઆત હરિયાળી તીજથી થાય છે. જો તમારા ઘરે મહેમાનો આવવાનો સિલસિલો રક્ષાબંધન સુધી ચાલુ રહે તો તમે તેમનું મોં મીઠું કરવા માટે સ્વાદિષ્ટ હલવો(Sweet dish) બનાવી શકો છો. ચણાનો લોટ અને સોજી મિક્સ કરીને તૈયાર કરેલો આ હલવો ખાધા પછી દરેક વ્યક્તિ તેની રેસીપી પૂછશે. તો ચાલો જાણીએ કે સોજી અને ચણાના લોટને મિક્સ કરીને ટેસ્ટી હલવો કેવી રીતે બનાવવો અને શું છે ચણાના લોટના હલવાની રેસિપી.
બેસનનો હલવો(Besan Halwa) બનાવવા માટેની સામગ્રી
1 કપ ચણાનો લોટ
1 કપ સોજી
1 કપ દૂધ
2 કપ પાણી
1 કપ દેશી ઘી
2 કપ ખાંડ
મનપસંદ ડ્રાયફ્રૂટ્સ
આ સમાચાર પણ વાંચો : ghoomar review: ફરી એકવાર અભિષેક બચ્ચનની ઍક્ટિંગે જીત્યું દિલ,જુનિયર બચ્ચન અને સૈયામીએ આપ્યો બાલ્કીના સ્વપ્નને આકાર, જાણો કેવી છે ફિલ્મ ‘ઘૂમર’
બેસનનો હલવો રેસીપી
સૌથી પહેલા એક જાડા તળિયાવાળા પેનમાં થોડું દેશી ઘી નાખો. ત્યારબાદ તેમાં જરૂરી માત્રામાં સોજી અને ચણાનો લોટ ઉમેરો અને ધીમી આંચ પર શેકવાનું શરૂ કરો. જ્યારે તે થોડું શેકવા લાગે તો તેમાં એક કપ દેશી ઘી નાખો. હવે ધીમી આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. જ્યારે સુગંધ આવવા લાગે તો તેમાં દૂધ ઉમેરો. હવે સતત હલાવતા રહો અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખો. સતત હલાવતા રહીને શેકો જેથી તેમાં ગઠ્ઠા ન રહે. દૂધ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં એક કપ પાણી ઉમેરો. બરાબર હલાવો અને પાણી શોષાઈ જાય ત્યાં સુધી શેકતા રહો. જ્યારે પાણી બરાબર શોષાઈ જાય ત્યારે ફરી એક કપ પાણી ઉમેરો. ચમચાની મદદથી હલાવીને ગેસની ધીમી આંચ પર શેકો. છેલ્લે ખાંડ ઉમેરો. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો. જ્યારે બેસનની કન્સિસટેંસી શીરા જેવી થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ સોજી અને ચણાના લોટની ખીર. તેને મનપસંદ ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.