Site icon

અભિષેક બચ્ચનની ‘દસવી’ સિનેમાઘરોમાં નહીં થાય રિલીઝ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો આ ફિલ્મ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ ‘દસવી’ ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ અભિષેકનો લુક સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જ્યારે હવે ‘દસવી’ નું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.ટીઝરમાં અભિષેક હરિયાણવી લહેજા માં વાત કરતો જોવા મળે છે અને સાથે જ ફિલ્મની વાર્તા પણ લગભગ જાહેર થઈ ગઈ છે. દર્શકો ‘દસવી’ ના ટીઝરને પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Join Our WhatsApp Community

ટીઝરમાં, અભિષેક બચ્ચન હરિયાણવી ઉચ્ચારમાં બોલે છે, 'ઓ ગુનેગારો જડા સોર ના કરીયો ઇબ સે, મેં દસવી કી તૈયારી કર રિયા હું. જેલ સે દસવી કરના ઇઝ માય રાઈટ ટુ એડયુકેશન’ . તે જ સમયે, ટીઝર જોઈને સમજાય છે કે અભિષેક બચ્ચન જેલમાં છે અને તે જેલમાંથી જ 10મું ભણવા માંગે છે. આ ટીઝરને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

 

તમને જણાવી દઈએ કે ફિલ્મ જોવા માટે દર્શકોએ સિનેમા હોલમાં જવાની જરૂર નહિ પડે , કારણ કે આ ફિલ્મ માત્ર OTT પર જ રિલીઝ થઈ રહી છે. તે જ સમયે, દર્શકો આ ફિલ્મને એક નહીં પરંતુ બે OTT પ્લેટફોર્મ પર જોઈ શકશે. નોંધનીય છે કે દસવી  7મી એપ્રિલે Jio સિનેમા અને Netflix પર રિલીઝ થશે. તુષાર જલોટા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અભિષેક બચ્ચન સાથે યામી ગૌતમ અને નિમરત કૌર જોવા મળશે.

SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Richest Bollywood Family: કપૂર-બચ્ચનનું પત્તું કપાયું! બોલીવુડનો આ પરિવાર છે સૌથી અમીર, તેમની સંપત્તિનો આંકડો જાણીને તમે ચોંકી જશો!
Dhurandhar Trailer: ‘ધુરંધર’ના ટ્રેલરમાં રણવીર સિંહનો ધમાકો, અર્જુન રામપાલનો જોવા મળ્યો ખૂંખાર લુક
Anupamaa: અનુપમાએ મુંબઈમાં મુક્યો પગ, હવે સ્ટોરીમાં શું થશે? ફેન્સ માટે જબરદસ્ત સસ્પેન્સ
Exit mobile version