News Continuous Bureau | Mumbai
અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ પૃથ્વીરાજ (Prithviraj)ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ કારણે અક્ષય તેની આગામી ફિલ્મનું જોરશોરથી પ્રમોશન(promotion)કરી રહ્યો છે. આ સ્થિતિમાં અભિનેતા સોમવારે વારાણસી(Varanasi) પહોંચ્યો હતો. આ દરમિયાન તેની સાથે ફિલ્મની અભિનેત્રી માનુષી છિલ્લર(Manushi Chhillar) પણ હાજર હતી. અહીં પહોંચ્યા બાદ તેમણે સમ્રાટ પૃથ્વીરાજના ધ્વજ સાથે ગંગાની પૂજા (Ganga aarti) કરી હતી.ત્યારબાદ બાબા વિશ્વનાથના દરબારમાં હાજરી આપી હતી
ફિલ્મની ટીમ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના ધ્વજને પરાક્રમી રાજાની બહાદુરીને શ્રદ્ધાંજલિ તરીકે મોટા શહેરોમાં લઈ જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનું (Samrat prithviraj chauhan)પાત્ર ભજવી રહ્યો છે. આ મોટા બજેટની ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના(YRF) બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે. માનુષી છિલ્લર આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે રાજકુમારી સંયોગિતાનો રોલ કરતી જોવા મળશે.ફિલ્મ વિશે વાત કરતાં ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કહ્યું, 'સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણે ભારત(India) માતાની આઝાદી માટે લડતાં લડતાં પોતાનો જીવ આપ્યો. તેણે મોહમ્મદ ઘોરી સામે ભારતનો બચાવ કર્યો, એક નિર્દય આક્રમણકારી જે આપણા દેશને લૂંટવા માંગતો હતો. અમારી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજના જીવન અને આપણા દેશના ઇતિહાસમાં તેમના યોગદાનનું વર્ણન કરે છે. અમે હવે તેમના ધ્વજ સાથે વારાણસીમાં ગંગા પૂજા(Varanasi ganga pooja) કરીને આશીર્વાદ માંગ્યા છે. હવે અમે ગંગાના પવિત્ર જળ સાથે સોમનાથ મંદિર (somnath temple)જઈ રહ્યા છીએ અને ત્યાં સમ્રાટ પૃથ્વીરાજના ધ્વજ સાથે બીજી પૂજા કરીશું.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માંથી શૈલેષ લોઢા ની એક્ઝિટ ની સાથે જ શોમાં થશે નવી એન્ટ્રી પોપટલાલ સાથે છે તેનું કનેક્શન
નોંધનીય છે કે લોકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. તેના તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેલરને (samrat prithviraj trailer)લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. બચ્ચન પાંડેના ફ્લોપ બાદ અક્ષયને આ ફિલ્મ પાસેથી ઘણી આશાઓ છે. સમ્રાટ પૃથ્વીરાજ આ શુક્રવારે હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.