Site icon

એક લોકપ્રિય અભિનેત્રીએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો, ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ચોંકાવનારી ઘટના

અભિનેત્રી જે હોટલમાં રોકાઈ હતી ત્યાં આત્મહત્યા કરી

Akansha Dube

News Continuous Bureau | Mumbai

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ બનારસની એક હોટલમાં આત્મહત્યા કરી લીધી. મોડલ અને અભિનેત્રી અંકાક્ષાએ સારનાથ  વિસ્તારની સોમેન્દ્ર હોટલમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આકાંક્ષા ભદોહી જિલ્લાના ચૌરી વિસ્તારના પારસીપુરની રહેવાસી હતી. આકાંક્ષા ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિય ચહેરો છે.

Join Our WhatsApp Community

આકાંક્ષાએ ‘વીરોં કે વીર’ અને ‘કસમ બાદ કરને વાલે કી 2’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણીએ શા માટે આત્મહત્યા કરી તેનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ ઘટના બાદ ભોજપુરી સિનેમા ઈન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે. અભિનેત્રીની વિદાયથી તેના ચાહકોને આઘાત લાગ્યો છે.

આકાંક્ષા દુબે ત્રણ વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા સાથે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. તેના માતા-પિતાનું તેને આઈપીએસ બનાવવાનું સપનું હતું. પરંતુ તેને નાનપણથી જ ડાન્સ અને એક્ટિંગનો શોખ હતો. તેને ટીવી જોવાનો પણ શોખ હતો. તેણીની આ રુચિને સમજીને, તેણીએ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. મુંબઈમાં ભણતર પૂરું કર્યા પછી તેણે ફિલ્મી કરિયરની શરૂઆત કરી. તેની મિત્ર પુષ્પાંજલિ પાંડેએ તેને આ માટે મદદ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આકાંક્ષા દુબેએ 17 વર્ષની ઉંમરે ભોજપુરી સિનેમામાં પહેલું પગલું ભર્યું હતું. તેણે ડિરેક્ટર આશિ તિવારી સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. એવું પણ કહેવાય છે કે આકાંશા 2018માં ડિપ્રેશનમાં ગઈ હતી. આ પછી તેણે થોડો સમય સિનેમાથી દૂર રહેવાનું પસંદ કર્યું. 

Gauri Khan Restaurant Tori : શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનના રેસ્ટોરાં ‘ટોરી’માં ભોજન માટે તમારે ખાલી કરવા પડશે તમારા ખિસ્સા, જાણો તેનું મેન્યુ અને ભાવ
TRP Report Week 42: TRP કિંગ કોણ? વીક 42ના રિપોર્ટમાં ‘અનુપમા’ અને ‘તુલસી’ની સત્તા યથાવત્, ‘બિગ બોસ 19’ની ધમાકેદાર એન્ટ્રી
Shahrukh khan: જન્મદિવસે મન્નત પર ફેન્સને મળશે શાહરુખ ખાન? #AskSRKમાં આપ્યો મજેદાર જવાબ
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી…’માં મેગા લીપ! શોમાં આવશે જબરદસ્ત વળાંક, હવે તુલસી નહીં,આ પાત્ર પર રહેશે ફોકસ
Exit mobile version