News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર આમિર ખાને ઈન્ડસ્ટ્રીને ઘણી હિટ ફિલ્મો આપી છે. ‘હમ હૈ રાહી પ્યાર કે’તેમાંથી એક છે. આ ફિલ્મને રિલીઝ થયાને 30 વર્ષ થઈ ગયા છે. પરંતુ આ ફિલ્મ આજે પણ દર્શકો જોવાનું પસંદ કરે છે. આ ફિલ્મમાં આમિર ખાન સાથે જુહી ચાવલા લીડ રોલમાં જોવા મળી હતી. બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. જેમાં ‘કયામત સે કયામત તક’, ‘લવ લવ લવ’, ‘દૌલત કી જંગ’ અને ‘ઇશ્ક’ જેવી ફિલ્મો સામેલ છે. ‘હમ હૈ રાહી પ્યાર કે’માં આમિર અને જુહી ચાવલા સિવાય અન્ય અભિનેત્રી નવનીત નિશાને મહત્વની ભૂમિકા ભજવી હતી. તેના પાત્રને પણ લોકોએ પસંદ કર્યું હતું.
નવનીત નિશાને ‘હમ હૈ રાહી પ્યાર કે’ નો સંભળાવ્યો કિસ્સો
ફિલ્મના 30 વર્ષ પૂરા થવાના અવસર પર નવનીત નિશાને ફિલ્મ સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો છે..એક ઈન્ટરવ્યુ દરમિયાન નવનીતે કહ્યું, ‘દુઃખની વાત છે કે, એક સુંદર સીન હતો, જે પાછળથી એડિટ કરવામાં આવ્યો હતો. અમારી સગાઈ પછી હું આમિર ખાનને લેવા તેના ઘરે ગઈ અને મેં તેને ગાલ પર ચુંબન કર્યું. જ્યારે મેં તેને કિસ કરી ત્યારે તેના ગાલ પર લિપસ્ટિકના નિશાન હતા. બાદમાં આમિરે કહ્યું, આને આમ જ ચાલુ રાખવું પડશે.તેણે વધુમાં ઉમેર્યું, ‘તેથી, તેણે મને આખા દિવસમાં લગભગ 7-8 વખત ગાલ પર ચુંબન કરાવ્યું. મેં ઘરે આવીને મારા મિત્રોને કહ્યું કે મેં આખો દિવસ આમિર ખાનને કિસ કરી છે. મારી તો લોટરી લાગી ગઈ
આ સમાચાર પણ વાંચો : Twitter : ફરી ઊડી ગઈ ટ્વિટરની ચકલી, માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ નામ અને લોગો સહિત થયા આટલા ફેરફાર..
નવનીતે આમિર ખાન અને જુહી ચાવલા સાથે કામ કરવાનો શેર કર્યો અનુભવ
નવનીત નિશાન આ ફિલ્મમાં પોતાના રોલને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. તેનું મુખ્ય કારણ આમિર ખાન પણ હતું. તે આમિર ખાન સાથે કામ કરવા માંગતી હતી. મીડિયા સાથે ની વાતચીતમાં નવનીત નિશાને કહ્યું, ‘હું આમિર ખાન, જુહી ચાવલા અને મહેશ ભટ્ટ સાથે સેટ પર ખૂબ જ નર્વસ હતી. હું તેની સામે કંઈ જ નહોતી. અહીં આ ત્રણ મોટા સ્ટાર્સ… ત્રણ નાના બાળકો જે સ્માર્ટ અને ક્યૂટ હતા અને તેઓ મહાન અભિનેતા હતા. મને લાગ્યું કે હું ક્યાં આવી ગઈ છું… હું મારા નસીબ પર વિશ્વાસ નહોતો આવતો કે હું આટલી મોટી ફિલ્મનો ભાગ બનવા જઈ રહી છું. તે ખૂબ જ યાદગાર અનુભવ હતો. તે મારી કારકિર્દીનો સૌથી અદ્ભુત અનુભવ હતો.