ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 27 એપ્રિલ 2021.
મંગળવાર.
કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અહીં મશહૂર અને ખૂબસુરત એક્ટ્રેસ શનાયાની પોલીસે ધરપકડ કરી છે.એક્ટ્રેસ શનાયા કાટવે પર પોતાના જ ભાઇની હત્યાનો ગંભીર આરોપ લાગ્યો છે. હુબલી પોલીસે શનાયાની ધરપકડ કરીને ન્યાયિક હિરાસતમાં મોકલી છે. પોલીસને શનયાના ભાઈ રાકેશ કાટવાની શબના ટુકડાઓ અલગ-અલગ જગ્યાએથી મળ્યા હતા.
પોલીસને રાકેશ કાટવેનું કપાયેલું માથું દેવરગુડીહલના જંગલમાંથી મળી આવ્યું હતું. જ્યારે શરીરના અન્ય હિસ્સા અલગ-અલગ જગ્યાએથી મળ્યા હતા. પોલીસે આ મામલે શનાયા ના પ્રેમી નિયાઝ અહેમદ સિવાય અન્ય ત્રણ લોકોની પણ ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ઘટનાને હુબલી માં શનાયાના ઘરે અંજામ આપવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ, શનાયાનું નિયાઝ સાથે અફેર હતું. એનો ભાઈ રાકેશ આ સંબંધના પક્ષમાં નહોતો. માટે જ શનાયા એ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના જ ભાઈનું કાસળ કાઢી નાખવાનો વિચાર કર્યો. 9 એપ્રિલના રોજ પોતાના ફિલ્મના પ્રમોશન માટે શનાયા હુબલી આવી અને આરોપીની નિયાઝ તેમજ બીજા ત્રણ લોકો સાથે મળીને રાકેશની હત્યા કરી. ત્યારબાદ તેના સાથીઓએ લાશના ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા.