News Continuous Bureau | Mumbai
પોસ્ટમોર્ટમ બાદ અભિનેત્રી તુનીષા શર્માના ( actress tunisha sharma ) મૃતદેહને ( funeral ) સોમવારે રાત્રે જેજે હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદ માહિતી સામે આવી છે કે મંગળવારે મીરા રોડ વિસ્તારમાં આવેલા સ્મશાન ભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તમને યાદ અપાવી દઈએ કે 24 ડિસેમ્બરે તુનિષા શર્માનો મૃતદેહ ટેલિવિઝન સિરિયલના સેટ પરથી મળ્યો હતો.
કો-એક્ટર શીઝાન ખાનની ધરપકડ
24 ડિસેમ્બરે મૃતદેહ મળ્યા બાદ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 21 વર્ષની અભિનેત્રી તુનીષાએ શનિવારે પાલઘરના વસઈ વિસ્તારમાં એક સિરિયલના સેટ પર કથિત રીતે વોશરૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ તુનીષાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોતાની પુત્રી માટે ન્યાયની માંગણી કરી. માતા તરફથી મળેલી ફરિયાદના આધારે, વાલીવ પોલીસે તુનીશાના સહ-અભિનેતા શીજાન ખાન વિરુદ્ધ IPC કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું) હેઠળ કેસ નોંધ્યો હતો અને રવિવારે તેની ધરપકડ કરી હતી.
આ સમાચાર પણ વાંચો: સલમાન ખાન બર્થડે સ્પેશિયલ : સલમાન ખાન ની બર્થડે પાર્ટી માં શાહરુખ ખાને આપી સરપ્રાઈઝ, ‘દબંગ’ ખાનને ગળે લગાવી ને પાઠવ્યા અભિનંદન
તુનિષા ડિપ્રેશન માંથી પસાર થઈ રહી હતી
એક મીડિયા હાઉસ સાથે વાત કરતા, તુનિષા શર્માના મિત્ર અને તેની સાથે કામ કરતાકંવર ધિલ્લોને કહ્યું કે તેણે તુનિષા સાથે ટૂંકા ગાળા માટે કામ કર્યું, પરંતુ તે તેના માટે પરિવાર જેવી હતી. તેણે એ પણ જણાવ્યું કે તે છેલ્લા કેટલાક સમયથી ચિંતા અને ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી.પોતાના મિત્ર વિશે વાત કરતાં કંવર ભાવુક થઈ ગયો અને કહ્યું, ‘લોકો બીજા કોઈનું દુઃખ ત્યાં સુધી સમજી શકતા નથી જ્યાં સુધી તેમની પાસેથી કંઈક છીનવાઈ ન જાય. જ્યારે તેણે અભિનેત્રીને હોસ્પિટલમાં જોઈ ત્યારે તેના માટે તે સમય ખૂબ જ મુશ્કેલ હતો. તુનિષા શર્માના કરિયરની વાત કરીએ તો તેણે માત્ર સલમાન ખાનની ફિલ્મ દબંગ 3માં જ નહીં પરંતુ કેટરીના કૈફની ફિલ્મ ફિતુર અને બાર બાર દેખોમાં પણ કામ કર્યું છે. ઈન્ટરનેટ વાલા લવથી તેને ટેલિવિઝન પર ઓળખ મળી.