News Continuous Bureau | Mumbai
અત્યાર સુધી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ હવે તેમના લગ્નના સમાચારને સમર્થન મળ્યું છે. આલિયાના કાકા રોબિન ભટ્ટે લગ્નના સમાચારની પુષ્ટિ કરી છે. એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ, કપલ 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાશે. આલિયાના અંકલ રોબિન બોલિવૂડના જાણીતા લેખક છે અને મહેશ ભટ્ટ ના ભાઈ પણ છે. ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતાં તેણે જણાવ્યું કે આ કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. લગ્ન સમારોહ ચાર દિવસ સુધી ચાલશે.
આલિયા ભટ્ટના કાકાએ કપલના લગ્નના સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે તેમને લગ્ન માટે આમંત્રણ પણ મળ્યું છે. તે મુજબ બોલિવૂડનું 'પાવર કપલ' આવતા અઠવાડિયે લગ્નના બંધનમાં બંધાશે. બંનેના ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારથી આલિયા-રણબીરના લગ્નની ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારથી સોશિયલ મીડિયા પર કપલના વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે.મમ્મી નીતુ કપૂરે પણ પુત્ર રણબીરના લગ્નની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને હવે તે પુત્રવધૂ આલિયાના સ્વાગત માટે તૈયાર છે. નીતુ કપૂરે પ્રખ્યાત ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના સ્ટોરમાંથી પોતાના માટે પોશાક પસંદ કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : સાઉથ દિલ્હીની ક્લબ માં શો દરમિયાન આ ફેમસ રેપર સાથે થઈ મારપીટ, નોંધવામાં આવી FIR
રણબીર-આલિયા 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાશે. આના બે દિવસ પહેલા જ બંનેના ઘરે લગ્નની વિધિઓ શરૂ થઈ જશે. અહેવાલો અનુસાર, કપલના લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવશે, જેથી ફોટો લીક ન થાય. લગ્ન બાદ રણબીર-આલિયાનું રિસેપ્શન સાંતાક્રુઝની ગ્રાન્ડ હયાત હોટલમાં યોજાશે.રિપોર્ટ્સ અનુસાર રણબીર-આલિયા લગ્ન પછી હનીમૂન પર નહીં જાય. આ દિવસોમાં બંને તેમના ફિલ્મ પ્રોજેક્ટ્સમાં ખૂબ જ વ્યસ્ત છે અને આ કારણે બંને લગ્ન પછી કામ પર પાછા ફરશે.