News Continuous Bureau | Mumbai
અભિનેતામાંથી રાજનેતા(politician) બનેલા અનુભવ મોહંતી (Anubhav Mohanty)અને તેની પત્ની અને અભિનેત્રી વર્ષા પ્રિયદર્શિનીના (Varsha priyadarshini)છૂટાછેડાનો મામલો ચર્ચામાં છે. ઓડિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના (Odiya film industry)આ હીરો-હીરોઈનનું અંગત જીવન ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. વાસ્તવમાં મામલો કોર્ટમાં(court) પહોંચ્યા બાદ કોર્ટે આદેશ આપ્યો છે.
ઓડિશાના(Odisha) કટક જિલ્લાના સબ-ડિવિઝન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે વર્ષા પ્રિયદર્શિનીને પતિ અનુભવ મોહંતીનું ઘર ખાલી કરવા કહ્યું છે. આ સાથે લોકસભાના સભ્ય અનુભવ મોહંતીને દર મહિનાની 10 તારીખ સુધીમાં વર્ષા પ્રિયદર્શિનીને 30 હજાર રૂપિયાની આર્થિક સહાય (alimony)આપવાનું કહેવામાં આવ્યું છે.અનુભવ મોહંતી અને વર્ષા પ્રિયદર્શિનીએ વર્ષ 2014માં લગ્ન(marriage) કર્યા હતા, પરંતુ થોડા સમય બાદ તેમની વચ્ચે અણબનાવ થયો હતો. અનુભવ મોહંતીએ તેની પત્ની વિરુદ્ધ કોર્ટમાં અરજી (court application)દાખલ કરીને કહ્યું હતું કે લગ્નના બે વર્ષ પછી પણ તે શારીરિક સંબંધો અને વૈવાહિક જીવનને મંજૂરી આપતી નથી. મોહંતીએ આરોપ લગાવ્યો કે શારીરિક સંબંધ બાંધવાના પ્રયાસ કર્યા પછી પણ તેના હાથમાં નિરાશા જ આવતી. તે જ સમયે, વર્ષાએ અનુભવ મોહંતી પર આરોપ લગાવ્યો હતો કે તેને દારૂની આદત છે. તેના ઘણા અફેર(affair) પણ છે. વર્ષાએ તેની અરજીમાં અનુભવ પર તેના માતા બનવાના અધિકારોથી વંચિત રાખવાનો પણ આરોપ લગાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : રિતિક રોશનની બહેન પશ્મિના કરવા જઈ રહી છે બોલિવૂડમાં એન્ટ્રી – શાહિદ કપૂર ની આ ફિલ્મની સિક્વલ માં મળશે જોવા
તમને જણાવી દઈએ કે અનુભવ મોહંતીએ સોશિયલ મીડિયા (social media)પર પોતાની અંગત જિંદગી પણ શેર કરી હતી. તેણે કહ્યું કે છેલ્લા 8 વર્ષથી તે તેની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધી શક્યો નથી. જેના કારણે તે માનસિક તણાવનો(mental stress) સામનો કરી રહ્યો છે. તેમની રાજકીય કારકિર્દી(political carrier) પણ પ્રભાવિત થઈ રહી છે.જણાવી દઈએ કે તાજેતરમાં જ ઓડિશા હાઈકોર્ટે (Odisha High court)અનુભવ મોહંતી અને વર્ષા પ્રિયદર્શિનીને સોશિયલ મીડિયા પર પારિવારિક ઝઘડા સાથે સંબંધિત કોઈપણ વીડિયો અપલોડ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. અનુભવે વર્ષ 2016માં છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી હતી.