News Continuous Bureau | Mumbai
‘ડ્રામા ક્વીન’ રાખી સાવંત ભૂતકાળમાં તેના પતિ આદિલ ખાન દુર્રાની સાથેના વિવાદને કારણે ચર્ચામાં હતી. થોડા સમય પહેલા રાખીએ આદિલ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા જેના કારણે તે હાલમાં જેલના સળિયા પાછળ છે. આ દરમિયાન અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પાપારાઝી સાથે વાત કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે કહ્યું કે આદિલે તેને જેલમાંથી ફોન કર્યો હતો અને તે તેની માફી માંગી રહ્યો છે. રાખીએ કહ્યું કે તે તેને માફ કરી શકતી નથી અને જો તેણે આમ કર્યું તો તેનો જીવ જોખમમાં આવી જશે.
રાખી સાવંત નો વિડીયો થયો વાયરલ
હવે રાખીનું કહેવું છે કે આદિલ તેને જેલમાંથી ફોન કરીને તેની માફી માંગી રહ્યો છે.રાખી કહે છે, ‘આજે આદિલનો ફોન આવ્યો હતો. હમણા જ જેલમાંથી આવ્યો હતો. મેં કહ્યું કે તરત જેલમાંથી બહાર આવ અને મને છૂટાછેડા આપી દે. તે કહે છે મને માફ કરી દે… આ… તે… હું છૂટાછેડા નહીં આપીશ. મેં કહ્યું મારું જીવન બરબાદ થઈ ગયું છે. હું આ રીતે વિશ્વાસ કરી નથી શકતી. મને થોડો ડર લાગે છે. જ્યારે પાપારાઝીએ તેને પૂછ્યું કે શું આદિલે તેની માફી માંગી છે, તો તેણે કહ્યું, “તેને કોર્ટમાં લખી ને આપવું પડશે.” વાત માફી માંગવા વિશે નથી. જે લોકો જજ કરી ર્ય છે તેને એક બહેન હશે,તો તેના વિશે વિચારી જુઓ. જો હું આ વખતે માફ કરી દઉં તો મારો જીવ જોખમમાં છે.રાખીનો આ વીડિયો જોઈને લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, ‘તમે તેનું જીવન બરબાદ કરી દીધું છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘ફરી આનું ચાલુ થઇ ગયું’. ત્રીજા યુઝરે લખ્યું, ‘આ કેવા પ્રકારની મહિલા છે, ભગવાન તેને બચાવો.’ જો કે, રાખી હંમેશા કંઈક એવું કરે છે જેના માટે લોકો તેને ટ્રોલ કરે છે.
View this post on Instagram
રાખી સાવંતે આદિલ સાથે ગુપચુપ લગ્ન કર્યા હતા
રાખી સાવંત અને આદિલ દુર્રાનીએ 2022માં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. તે જાન્યુઆરી 2023 માં બહાર આવ્યું હતું. લગ્ન પહેલા રાખી સાવંતે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને પોતાનું નામ બદલીને ફાતિમા રાખ્યું. આ પછી દંપતી વચ્ચે ઝઘડો શરૂ થયો. રાખીએ કહ્યું કે તેના પતિ આદિલે તેની સાથે છેતરપિંડી કરી છે. ઘરેલું હિંસા અને બળાત્કારના કેસમાં આદિલની ધરપકડ કરવામાં આવી હતી. આદિલ પહેલા તે તેના એનઆરઆઈ પતિ રિતેશ સાથેના લગ્નને લઈને પણ ચર્ચામાં હતી. તેમનો સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં.