Aditya and Shraddha: વરસતા વરસાદ માં આદિત્ય રોય અને શ્રદ્ધા કપૂરે કર્યું એવું કામ કે લોકો ને આવી આશિકી 2 ની યાદ, જુઓ વિડીયો

Aditya and Shraddha: આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરે ફિલ્મ આશિકી 2 માં સાથે કામ કર્યું હતું હવે બંને નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો ને આશિકી 2 ની આરોહી અને રાહુલ ની યાદ આવી ગઈ.

by Zalak Parikh
aditya roy kapur shraddha kapoor hugs each other under umbrella

News Continuous Bureau | Mumbai

Aditya and Shraddha: આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરે ફિલ્મ આશિકી 2 માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ બાદ થી બંને ના ડેટિંગ ના સમાચાર વહેતા થયા હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને એકબીજાને પ્રેમ કરતા હતા પરંતુ કોઈ કારણોસર બંને વર્ષ 2016માં અલગ થઈ ગયા હતા.હવે આદિત્ય અને શ્રદ્ધા એક ઇવેન્ટ દરમિયાન મળ્યા હતા જેનો વડીયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને લોકો ને આશિકી 2 ની આરોહી અને રાહુલ ની યાદ આવી ગઈ. 

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: 81 વર્ષ ની ઉંમરે પોતાની જાતને આ રીતે ફિટ રાખે છે અમિતાભ બચ્ચન, જાણો બિગ બી ની દિનચર્યા વિશે

આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર નો વિડીયો થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, બહાર વરસાદ થઇ રહ્યો છે શ્રદ્ધા કપૂર બ્લેક સાડી માં છત્રી ની નીચે ઉભી છે તેવામાં ત્યાં આદિત્ય રોય કપૂર આવે છે અને તેને મળે છે, આદિત્યને જોઈને શ્રદ્ધા કપૂર તેને ગળે લગાવે છે.બંને ની આ ક્ષણ જોઈ લોકો ને આશિકી 2 ની આરોહી અને રાહુલ ની યાદ આવી ગઈ. 

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)


આદિત્ય અને શ્રદ્ધા ના આ વિડીયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું,  ‘તેમને સ્ક્રીન પર એકસાથે જોવા માટે ઉત્સાહિત છું. કૃપા કરીને કાસ્ટિંગ ડિરેક્ટર્સ. આ એક ખૂબ જ સરળ વિનંતી છે.’ બીજા એક એ લખ્યું, ‘વરસાદ અને પછી બંને સાથે.’ અન્ય એકે લખ્યું, ‘બંને ખૂબ જ ક્લાસી લાગી રહ્યા છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More