Navya naveli nanda: ઐશ્વર્યા ની જગ્યા એ આ અભિનેત્રી ને સપોર્ટ કરવું નવ્યા નવેલી નંદા ને પડ્યું ભારે, સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે અભિષેક ની ભાણી

Navya naveli nanda: પેરિસ ફેશન વીક માં ઐશ્વર્યા અને આલિયા ભટ્ટે રેમ્પ વોક કર્યું હતું હવે નવ્યા નવેલી નંદા એ ઐશ્વર્યા ની જગ્યા એ આલિયા ને સપોર્ટ કરી હતી જેને કારણે યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

by Zalak Parikh
navya naveli nanda trolled for comment on alia bhatt paris fashion week post

News Continuous Bureau | Mumbai

Navya naveli nanda: પેરિસ ફેશન વીક માં ઐશ્વર્યા અને આલિયા ભટ્ટે રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન ઐશ્વર્યા લાલ કલર ના ગાઉન માં ખુબ જ સુંદર જોવા મળી રહી હતી જયારે કે આલિયા ભટ્ટે મેટાલિક ડ્રેસ પહેર્યો હતો. બંને એ રેમ્પ વોક પર આગ લગાવી દીધી હતી. હવે આલિયા ભટ્ટ ની તસવીર પર નવ્યા નવેલી નંદા કમેન્ટ કરીને ફસાઈ ગઈ છે. લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : laapataa ladies : ‘લાપતા લેડીઝ’નું ઓસ્કાર 2025 માટે સિલેક્શન, આટલી ફિલ્મોને પછાળી થઇ રેસમાં સામેલ..

નવ્યા નવેલી નંદા થઇ ટ્રોલ 

આલિયા ભટ્ટે તેના સોશિયલ મીડિયા પર તેના પેરિસ ફેશન વીક ની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. આલિયા ની તસવીરો પર તેની સાસુ નીતુ કપૂર, નણંદ રીધ્ધીમા અને માતા સોની એ પ્રેમ લૂંટાવ્યો હતો પરંતુ લોકો નું ધ્યાન નવ્યા નવેલી નંદા ની કમેન્ટ પર ગયું હતું નવ્યા એ આલિયા ની પોસ્ટ પર માત્ર બે ઈમોજી શેર કરી છે. આવી સ્થિતિમાં ઐશ્વર્યા ના ચાહકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)


નવ્યા નું મામી ઐશ્વર્યા ની જગ્યા એ આલિયા ને સપોર્ટ કરવું તેના ચાહકો ને પસંદ નથી આવી રહ્યું એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું, ‘થોડો સપોર્ટ તારી મામી ને પણ કરીલે બહેન.’ બીજા એક એ લખ્યું, ‘ઐશ્વર્યા કવીન’. આ રીતે લોકો નવ્યા ને ટ્રોલ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More