Aamir khan: અભિનય બાદ હવે આમિર ખાન ને લાગ્યો આ વસ્તુ નો ચસ્કો, આ ક્ષેત્ર ની લઇ રહ્યો છે તાલીમ

Aamir khan:બોલિવૂડ માં આમિર ખાન ને મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અભિનય ઉપરાંત આમિર ખાન ને હવે ગાયિકી નો શોખ જાગ્યો છે, તે દરરોજ ગાયિકી ની પ્રેક્ટિસ પણ કરે છે.

by Zalak Parikh
after acting aamir khan is now trying his hand in singing

News Continuous Bureau | Mumbai

Aamir khan: બોલિવૂડ અભિનેતા આમિર ખાન ને મિસ્ટર પરફેક્ટનિસ્ટ નું બિરુદ મળ્યું છે. આમિર ખાન તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહેતો હોય છે. આમિર ખાનની સિનેમેટિક સફર અત્યંત શાનદાર રહી છે. હવે આમિર ખાન ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેને એક નવો શોખ જાગ્યો છે. અબે તે શોખ છે શાસ્ત્રીય સંગીત નો અને તેનો તે અભ્યાસ પણ કરી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Rupali Ganguly Anupama: અનુપમા ના સેટ પર ભાવુક થઇ રૂપાલી ગાંગુલી, નિર્માતા રાજન શાહી એ અભિનેત્રી વિશે કહી આવી વાત, બીટીએસ વિડીયો થયો વાયરલ

આમિર ખાન ને લાગ્યો ગાયિકી નો શોખ 

મીડિયા રિપોર્ટ અનુસાર આમિર ખાન ને ગાયિકી નો શોખ જાગ્યો છે. મીડિયા સાથે શેર કરેલા અભિનેતાની નજીકના એક વિશિષ્ટ સ્ત્રોત અનુસાર, “આમિર દરરોજ એક કલાક તેના ગાયન માટે સમર્પિત કરે છે. તે તેના ‘રિયાઝ’ની ખંતપૂર્વક પ્રેક્ટિસ કરી રહ્યો છે અને શાસ્ત્રીય સંગીત એક શિક્ષક પાસેથી શીખી રહ્યો છે.” આ ઉપરાંત મીડિયા રિપોર્ટ મુજબ આમિર ખાન મરાઠી ભાષા પણ શીખી રહ્યો છે.હવે આ બે વસ્તુ તે તેના શોખ માટે શીખી રહ્યો છે કે તેના આગામી પ્રોજેક્ટ માટે એનો જવાબ તો સમય જ આપશે.

Join Our WhatsApp Community

You may also like