News Continuous Bureau | Mumbai
Parineeti-Raghav:બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. 24 સપ્ટેમ્બર 2024 ના રોજ, બંનેએ ઉદયપુરની ‘ધ લીલા પેલેસ’ હોટેલમાં ખૂબ જ ભવ્ય રીતે લગ્ન કર્યા. લગ્નના બીજા દિવસે, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ તેમના લગ્નની તસવીરો શેર કરીને ચાહકોને તેમના શાહી લગ્નની ઝલક બતાવીહતી. ચાહકોને કપલ ના લગ્નની તસવીરો ખૂબ જ પસંદ આવી હતી. હવે આ કપલના લગ્નના કેટલાક અંદરના વીડિયો સામે આવ્યા છે.
પરિણીતી રાઘવ ના લગ્ન નો વિડીયો
રાઘવ-પરિણીતીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રાઘવ અને પરિણીતી એકસાથે મંડપ તરફ ચાલતા જોઈ શકાય છે. પરિણીતી ચોપરા તેના વરરાજા સાથે ગીતના બીટ પર ડાન્સ કરતી મંડપ તરફ આગળ વધી રહી છે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ના ચહેરા પર ખુશી જોઈ શકાય છે તેના હાથમાં પારદર્શક છત્રી છે અને શણગાર અદ્ભુત છે.
View this post on Instagram
પરિણીતી નું થયું ગ્રાન્ડ વેલકમ
તમને જણાવી દઈએ કે 25 સપ્ટેમ્બરની મોડી સાંજે પરિણીતી તેના પતિ રાઘવ સાથે દિલ્હીમાં તેના સાસરે પહોંચી હતી. નવા પરિણીત કપલ દિલ્હી એરપોર્ટની બહાર પાપારાઝી માટે પોઝ આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અભિનેત્રી ગ્રીન કલરના સૂટમાં જોવા મળી હતી.પરિણીતી માથામાં સિંદૂર, હાથમાં બંગડીઓ અને ગળામાં મંગળસૂત્ર પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી.
View this post on Instagram
જ્યારે પરિણીતી ચોપરા તેના સાસરે પહોંચી ત્યારે ચઢ્ઢા પરિવારે તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
આ સમાચાર પણ વાંચો : Parineeti and raghav wedding: ઉદયપુર માં લગ્ન કર્યા બાદ પરિણીતી અને રાઘવ કરશે એક નહીં પરંતુ બે રિસેપ્શન પાર્ટી નું આયોજન, જાણો કોણ કોણ આપશે હાજરી