News Continuous Bureau | Mumbai
Chhaava tax free: છાવા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. વિકી કૌશલે આ ફિલ્મ માં સંભાજી મહારાજ ની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. મધ્યપ્રદેશ ના સીએમ એ તેમના સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને આ ફિલ્મ ને ટેક્સ ફ્રી કરી છે. મધ્યપ્રદેશ બાદ હવે ગોવા માં પણ આ ફિલ્મ ને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: Vicky kaushal Chhaava: છત્રપતિ સંભાજી મહારાજ બનવું વિકી કૌશલ માટે નહોતું સરળ, અભિનેતા એ તેના પાત્ર માં ઢળવા માટે કરી હતી આવી મહેનત
છાવા ગોવામાં થઇ ટેક્સ ફ્રી
ગોવા ના સીએમ પ્રમોદ સાવંતે તેમના સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરતા લખ્યું, “મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે છત્રપતિ સંભાજી મહારાજના જીવન અને બલિદાન પર આધારિત ફિલ્મ ‘છાવા’ ગોવામાં કરમુક્ત થશે વિકી કૌશલ દ્વારા ભજવવામાં આવેલ દેવ, દેશ અને ધર્મ માટે છત્રપતિ સંભાજી મહારાજની બહાદુરી, હિંમતનું અન્વેષણ કરતી આ ફિલ્મ ગૌરવશાળી ઇતિહાસને પડદા પર લાવી રહી છે. હિંદવી સ્વરાજ્યના બીજા છત્રપતિનું બલિદાન, જેમણે મોઘલો, પોર્ટુગીઝ સામે બહાદુરીથી લડ્યા, તે આપણા બધા માટે પ્રેરણારૂપ છે.”
छत्रपती संभाजी महाराज की जय!
It gives pleasure to me to announce that movie “Chhava” based on the life & sacrifice of Chhatrapati Sambhaji Maharaj, will be Tax Free in Goa.
The Movie exploring the valor, courage of Chhatrapati Sambhaji Maharaj for Dev, Desh and Dharma played…
— Dr. Pramod Sawant (@DrPramodPSawant) February 19, 2025
છાવા માં વિકી કૌશલ, રશ્મિકા મંદાના, અક્ષય ખન્ના, આશુતોષ રાણા, દિવ્યા દત્તા અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકામાં છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)