Saif Ali Khan Attack: આ કારણ થી સૈફ અલી ખાન ને હુમલા બાદ હોસ્પિટલ લેવા નહોતી ગઈ કરીના કપૂર, રોનિત રોય એ કર્યો ખુલાસો

Saif Ali Khan Attack: સૈફ અલી ખાન પર હુમલો થયા બાદ તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો હોસ્પિટલ માંથી રજા મળતા કરીના કપૂર સૈફ ને લેવા માટે નહોતી ગઈ જેનું કારણ રોનિત રોય એ આપ્યું છે.

by Zalak Parikh
After Saif Kareena Also Faced Attack Ronit Roy Reveals Security Lapses

News Continuous Bureau | Mumbai

Saif Ali Khan Attack:  બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીની રાત્રે તેના ઘરમાં એક અજાણ્યા શખ્સે ચાકૂથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં સૈફ લોહીલુહાણ હાલતમાં પોતાના પુત્ર તૈમૂર સાથે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો. આ ઘટનાના થોડા સમય બાદ કરીના કપૂર પણ એક નાના અકસ્માતનો શિકાર બની હતી, જેની માહિતી રોનિત રોય એ આપી છે.

આ સમાચાર પણ વાંચો : Shweta Tiwari and Cezanne Khan: શું ખરેખર શ્વેતા તિવારી અને સીઝેન ખાન વચ્ચે હતો પ્રેમ? કસૌટી ની આ અભિનેત્રી એ કર્યો ખુલાસો

રોનિત રોયએ ઘરમાં કરાવ્યા સુરક્ષા સુધારા

રોનિત રોય, જે એક સુરક્ષા કંપની નો માલિક છે, તેને સૈફ-કરીના ના ઘરની સુરક્ષા જવાબદારી સોંપવામાં આવી હતી. એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત માં તેણે જણાવ્યું કે જ્યારે તે ઘરમાં ગયો ત્યારે ત્યાં બેઝિક સુરક્ષા પણ નહોતી. તેણે ઘરમાં જરૂરી ફેરફારો કરાવ્યા અને પોલીસ ફોર્સનો પણ સહારો લીધો.

 

View this post on Instagram

 

A post shared by Hindirush (@hindirush)


રોનિતે જણાવ્યું કે જ્યારે કરીના હોસ્પિટલથી ઘરે આવી રહી હતી, ત્યારે તેની કાર પર પણ હુમલાનો પ્રયાસ થયો હતો. તે કાર માં બેઠા બેઠા જ ગભરાઈ ગઈ હતી અને મિડિયા અને લોકો ઘરમાં ઘૂસી ગયા હતા. આ ઘટનાથી કરીના ખૂબ ડરી ગઈ હતી. ત્યારબાદ રોનિતે સૈફને હોસ્પિટલથી ઘરે લાવવાની જવાબદારી સંભાળી હતી.સૈફ પર થયેલા હુમલાની તપાસ હજુ પણ ચાલુ છે. પોલીસ દ્વારા આ હાઈ-પ્રોફાઈલ કેસમાં અનેક દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More