Site icon

‘તાંડવ’ બાદ હવે એમેઝોનની આ વેબ સિરીઝ વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર, મેકર્સ પર અપમાનજનક સામગ્રી બતાવવાનો લાગ્યો આરોપ.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

20 જાન્યુઆરી 2021

તાંડવ બાદ હવે એમેઝોન પ્રાઈમ વીડિયોની બીજી વેબ સિરીઝ વિવાદમાં આવી છે. આ ઓટીટી પ્લેટફોર્મની સુપરહિટ અને લોકપ્રિય વેબ સિરીઝ મીરઝાપુર છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા, અપમાનજનક સામગ્રી અને ગેરકાયદેસર સંબંધો બતાવવા અને ઉત્તર પ્રદેશની આ શહેરની છબીને ખરાબ બતાવવા બદલ આ વેબ સિરીઝના નિર્માતાઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

આ એફઆઈઆર મિર્ઝાપુરના ગામ કોટવાલીમાં નોંધાઈ છે. 'ફરિયાદીનો આરોપ છે કે વેબ સિરીઝમાં અપમાનજનક સામગ્રી, અપમાનજનક અને ગેરકાયદેસર સંબંધો દર્શાવવામાં આવ્યા છે. આ ફરિયાદના આધારે મિર્ઝાપુરના નિર્માતાઓ સામે એફઆઈઆર નોંધાઈ છે.

વેબ સીરીઝ મિર્ઝાપુરના નિર્માતા રિતેશ સિધવાણી, ફરહાન અખ્તર અને ભૌમિક ગોંડલીયા સામે આઇપીસીની કલમ 295 એ, 504, 505 અને આઇટી એક્ટની કલમો સાથે આ એફઆઈઆર નોંધવામાં આવી છે. તે જ સમયે, ગયા મહિને મિર્ઝાપુર વેબ સિરીઝ બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. મિરઝાપુર વેબ સિરીઝ માં કોઈ ખાસ જ્ઞાતિને નિશાન બનાવવાનો અને અપમાનિત કરવાનો આરોપ છે. ફરિયાદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સેન્ટ્રલ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડના અધ્યક્ષને એક પત્ર લખીને વેબ સિરીઝ ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.  

Katrina Kaif: કેટરીના કૈફના પ્રેગ્નન્સી રુમર્સ એ પકડ્યું જોર, બેબી બંપ સાથેની તસવીર થઈ વાયરલ
‘The Bads of Bollywood’: શું ખરેખર બનશે ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ ની બીજી સીઝન? આર્યન ખાને આપ્યો સંકેત
Deepika Padukone: ‘કલ્કી 2’માંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણે કરી મોટી જાહેરાત, જાણો અભિનેત્રી એ શું કહ્યું
Homebound: ઓસ્કાર 2026 માટે ‘હોમબાઉન્ડ’ ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ, કરણ જોહર એ ભાવુક થઇ કહી આવી વાત
Exit mobile version