News Continuous Bureau | Mumbai
Salman Khan: બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગની ઘટના બાદ પણ અસામાજિક તત્વો હટવાનું નામ નથી લઈ રહ્યા. શુક્રવારના રોજ પણ કંઈક આવું જ બન્યું. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ( Lawrence Bishnoi ) નામે બુક કરાયેલી કેબ ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી ત્યારે હડકંપ મચી ગયો હતો. એપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડે તાત્કાલિક આ ઘટનાની પોલીસને જાણ કરી હતી. સતર્કતા બતાવતા પોલીસ તરત જ ગેલેક્સી એપાર્ટમેન્ટ પર પહોંચી ગઈ હતી અને કેબ ડ્રાઈવરની અટકાયત કરી હતી.
જ્યારે બુકિંગની માહિતી લેવામાં આવી તો જાણવા મળ્યું કે કેબ યુપીના ગાઝિયાબાદથી બુક કરવામાં આવી હતી. તેથી મુંબઈ પોલીસે ( Mumbai Police ) આરોપી યુવકની ગાઝિયાબાદથી ધરપકડ કરી હતી. આરોપી યુવક ગાઝિયાબાદના ગોવિદાનપુરનો રહેવાસી હતો. પોલીસે નિવેદન આપતા જણાવ્યું હતું કે, બુધવારે ત્યાગીએ કથિત રીતે સલમાન ખાનના રહેઠાણ ગેલેક્સી એપાર્ટમેન્ટથી બાંદ્રા પોલીસ સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે ઓનલાઈન કેબ બુક ( Online Cab Book ) કરી હતી, જ્યારે કેબ ડ્રાઈવર તેના સરનામે પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે આ એક ટીખળ હતી. ત્યાર બાદ કેબ ડ્રાઈવરે આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
Salman Khan: પોલીસે આરોપી યુવકની ગાઝિયાબાદથી ધરપકડ કરી હતી.
વાસ્તવમાં, આરોપી યુવકની ઓલા કેબમાં એક્ટર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટથી ( Galaxy Apartment ) બાંદ્રા પોલીસ સ્ટેશન જવા માટે એપ દ્વારા લોરેન્સ બિશ્નોઈના નામ પર બુકીંગ આવ્યુ હતું. જ્યારે બુકીંગ સરનામા પ્રમાણે ઓલા ડ્રાઈવર કાર લઈને સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યો અને ત્યાંના ચોકીદારને બુકિંગ વિશે પૂછ્યું તો ચોકીદાર ચોંકી ગયો અને તેણે તરત જ બાંદ્રા પોલીસને જાણ કરી દીધી હતી.
આ સમાચાર પણ વાંચો : Navy Chief: વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીને નેવલ સ્ટાફના આગામી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
આ માહિતી મળતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આથી પોલીસની ટીમ તરત જ ગેલેક્સી પહોંચી હતી અને મુંબઈની બાંદ્રા પોલીસે ઓલા કેબના ડ્રાઈવરની પૂછપરછ કરી હતી. ત્યારબાદ જ્યારે તેની પાસેથી ઓનલાઈન બુકિંગ કરનાર વ્યક્તિ વિશે માહિતી લેવામાં આવી તો જાણવા મળ્યું કે ઓલા કેબ બુક કરાવનાર વ્યક્તિ મુંબઈનો નહીં, પરંતુ યુપીના ગાઝિયાબાદ જિલ્લાનો છે. તે 20 વર્ષનો છે અને હાલ અભ્યાસ કરી રહ્યો છે. આ ઘટના બાદ પોલીસે આરોપી યુવકની ગાઝિયાબાદથી ધરપકડ કરી હતી.
જ્યારે પોલીસે આરોપી યુવકની પૂછપરછ કરી તો પોલીસને જાણવા મળ્યું હતું કે, તેણે આ કૃત્ય માત્ર મનોરંજન માટે કર્યું હતું. પરંતુ યુવકની આ મજાક તેના માટે ઘણી મોંઘી સાબિત થઈ હતી અને હવે પોલીસે તેને જેલના સળિયા પાછળ મોકલી દીધો છે. બાંદ્રા પોલીસે આરોપી યુવક વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને બે દિવસના પોલીસ રિમાન્ડ પર બાંદ્રા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.
Salman Khan: 14 એપ્રિલે બાઇક સવાર બે શૂટરોએ સલમાન ખાનના ઘરે ગોળીબાર કર્યો હતો…
નોંધનીય છે કે, 14 એપ્રિલે બાઇક સવાર બે શૂટરોએ સલમાન ખાનના ઘરે ગોળીબાર કર્યો હતો. આરોપીઓએ સતત પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ વધુ તપાસના આધારે પોલીસે બંને શૂટરોની ગુજરાતમાંથી ધરપકડ કરી હતી. હાલ બંને આરોપીને 25મી એપ્રિલ સુધી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો હતો કે હુમલાને અંજામ આપતા પહેલા ગુનેગારોએ સલમાનના નિવાસસ્થાનની રેકી પણ કરી હતી. ગોળીબારના થોડા સમય પહેલા હુમલાખોરોએ બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાન ખાનના નિવાસસ્થાનથી લગભગ 100 મીટર દૂર મોટરસાઇકલ પાર્ક કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Income Tax Department: તમને પણ આવી શકે છે ઇન્કમટેક્સની નોટિસ, આ કાગળિયા તૈયાર રાખો…
