Site icon

Abhishek and Aishwarya rai: અભિષેક અને ઐશ્વર્યા ના અલગ થવાના સમાચાર પર ફરી રેડાયું પાણી, કપલ ના આ વિડીયો એ કરી નેટિઝન્સ ની બોલતી બંધ

Abhishek and Aishwarya rai: છેલ્લા ઘણા સમય થી અભિષેક અને ઐશ્વર્યા ના અલગ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ બધા ની વચ્ચે ફિલ્મ આર્ચીઝ ના પ્રીમિયર માં બચ્ચન પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. હવે ફરી એક વાર બચ્ચન પરિવાર સાથે જોવા મળી રહ્યો છે.જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

aishwarya bachchan along with aaradhya and amitabh bachchan turn cheerleaders for abhishek bachchan kabaddi team

aishwarya bachchan along with aaradhya and amitabh bachchan turn cheerleaders for abhishek bachchan kabaddi team

News Continuous Bureau | Mumbai

Abhishek and Aishwarya rai: અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે બરાબર ચાલી નથી રહ્યું. ઐશ્વર્યા અભિષેક નું ઘર જલસા છોડી માતા વૃંદા રાય સાથે રહે છે. બંને છૂટાછેડા લેવાના છે વગેરે વગેરે જેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ પહેલા બચ્ચન પરિવાર ફિલ્મ ધ આર્ચીઝ ના પ્રીમિયર માં એકસાથે જોવા મળ્યો હતો. ત્યારબાદ આરાધ્યા ના સ્કૂલ ના એન્યુઅલ ડે માં પણ બચ્ચન પરિવાર ના સભ્યો હાજર રહ્યા હતા. હવે ફરી એક વાર બચ્ચન પરિવાર ના સભ્યો સાથે જોવા મળી રહ્યા છે. તાજેતરમાં, એક મેચ દરમિયાન, ઐશ્વર્યા રાય બચ્ચન, અમિતાભ બચ્ચન અને આરાધ્યા બચ્ચન અભિષેક બચ્ચન અને તેની કબડ્ડી ટીમ જયપુર પિંક પેન્થર્સને ચીયર કરતા જોવા મળ્યા હતા.

Join Our WhatsApp Community

 

અભિષેક અને ઐશ્વર્યા સાથે જોવા મળ્યા અમિતાભ બચ્ચન અને આરાધ્યા 

તાજેતરમાં  મુંબઈના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ડોર સ્ટેડિયમમાં કબડ્ડી મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઐશ્વર્યા, અમિતાભ અને આરાધ્યાએ  અભિષેક બચ્ચનની કબડ્ડી ટીમ પિંક પેન્થર્સ ને સપોર્ટ કરવા હાજરી આપી હતી. આખો બચ્ચન પરિવાર અભિષેક સાથે સ્ટેન્ડ પર બેઠો હતો અને બધાએ જયપુર ની જર્સી પહેરી હતી. સોશિયલ મીડિયા પર આ પ્રસંગ ના ઘણા વિડીયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં બચ્ચન પરિવારના સભ્યો ટીમને ચીયર કરતા જોવા મળી રહ્યા છે. અમિતાભ બચ્ચને તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી સાથે મેચની મજા માણી હતી.


 

તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચન બંટી વાલિયા સાથે જયપુર પિંક પેન્થર્સ નો સહ-માલિક છે. ટીમે 2014માં પ્રો કબડ્ડી લીગમાં રમવાનું શરૂ કર્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : Salman khan: ટાઇગર બાદ બબ્બર શેર બનશે સલમાન ખાન! આ પ્રખ્યાત નિર્દેશક ની આગામી ફિલ્મ માં જોવા મળી શકે છે ભાઈજાન

 

Kohrra Season 2 Trailer Out: પંજાબની ધુમ્મસમાં છુપાયેલા છે ખૌફનાક રહસ્યો; મોના સિંહ અને બરુણ સોબતીની જોડી ઉકેલશે મર્ડર મિસ્ટ્રી
Mardaani 3 First Review: રાની મુખર્જીનો દમદાર અંદાજ અને વિજય વર્માનો ખૌફનાક લૂક; જાણો જોવી જોઈએ કે નહીં ‘મર્દાની 3’?
Dhurandhar OTT Release:રણવીર સિંહની ‘ધુરંધર’ એ રજનીકાંત-શાહરૂખના રેકોર્ડ તોડ્યા! 55 દિવસ બાદ હવે OTT પર થશે રિલીઝ, ફેન્સને મળશે મોટું સરપ્રાઈઝ
John Abraham New Look: જોન અબ્રાહમનું અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રાન્સફોર્મેશન! રિયલ લાઈફ સુપરકોપ રાકેશ મારિયાના રોલ માટે બદલી નાખ્યો આખો લૂક
Exit mobile version