News Continuous Bureau | Mumbai
Aishwarya rai and Abhishek bachchan: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન એ બોલિવૂડ નું પાવર કપલ છે. ઐશ્વર્યા અને અભિષેકે વર્ષ 2007માં લગ્ન કર્યા હતા. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનને એક સુંદર પુત્રી આરાધ્યા બચ્ચન છે.ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન તેમના અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી દંપતી વચ્ચે અણબનાવના અહેવાલો હતા. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેના અણબનાવનું કારણ સામે આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Aishwarya rai and Sushmita sen: શું ઐશ્વર્યા રાય અને સુષ્મિતા વચ્ચે નહોતી કોઈ દુશ્મનાવટ? અભિનેત્રી માનિની ડે એ જણાવી હકીકત
ઐશ્વર્યા અને અભિષેક ના અણબનાવ નું કારણ આવ્યું સામે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક બચ્ચન પોતાનું બીજું બાળક ઈચ્છે છે. લગ્નના 17 વર્ષ બાદ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનને એક જ પુત્રી છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અભિનેતાની બીજા બાળકની ઇચ્છા તેના લગ્ન જીવનમાં વિખવાદ પેદા કરી રહી છે.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક બચ્ચને વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું “હું એક દીકરી ઈચ્છતો હતો જે બિલકુલ તેની માતા ઐશ્વર્યા રાય જેવી દેખાય અને એક દીકરો જે બિલકુલ મારા જેવો દેખાય.” અભિષેક ની એક ઈચ્છા તો પુરી થઇ ગઈ પરંતુ તેની બીજી ઈચ્છા અધૂરી રહી ગઈ.