News Continuous Bureau | Mumbai
Aishwarya rai bachchan:પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા રાય બચ્ચને ગોલ્ડન ચમકદાર ગાઉનમાં રેમ્પ વોક કર્યું હતું. અભિનેત્રી તેની પુત્રી આરાધ્યા સાથે પેરિસ ફેશન વીક પહોંચી હતી. મેકઅપ રૂમમાંથી આરાધ્યાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યાની સ્ટાઈલ ના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા, પરંતુ ઐશ્વર્યા એક વીડિયોને લઈને ટ્રોલના નિશાના પર છે.
ઐશ્વર્યા રાય બચ્ચન થઇ ટ્રોલ
વીડિયોની વાત કરીએ તો અભિનેત્રી એક ફેશન બ્રાન્ડની ઈવેન્ટમાં પહોંચી હતી.આ પછી લોકો એશના આ બદલાયેલા અવતારને લઈને ઘણી કોમેન્ટ્સ કરવા લાગ્યા. કેટલાક લોકોને તેના કપડાં પસંદ નહોતા તો કેટલાક તેના અનફિટ બોડી વિશે વાત કરી રહ્યા હતા. એકે લખ્યું, “તેના ડિઝાઇનરને કાઢી નાખો,” બીજાએ કહ્યું: “ખૂબ વધુ બોટોક્સ… ખૂબ વજન!” એવું લાગે છે કે બાંદ્રાની કોઈ આન્ટી મધ્યરાત્રિના ક્રિસમસ માસ માટે તૈયાર થઈ ગઈ છે”. એક કહે છે, “તે હંમેશા કાળો રંગ કેમ પહેરે છે?” આ રીતે, ઐશ્વર્યા વિશે લોકોની ટિપ્પણીઓ સામે આવી રહી છે પરંતુ તેની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
View this post on Instagram
ઐશ્વર્યા રાય બચ્ચન થોડા વર્ષોથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે અને કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. હાલમાં જ તે સાઉથ ની ફિલ્મ પોનીયન સેલ્વન માં જોવા મળી હતી. આ ફિલ્મ માં તેના અભિનય ના ખુબ વખાણ થયા હતા.
આ સમાચાર પણ વાંચો : Suhana khan: નાના ભાઈ અબરામ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી જોવા મળી સુહાના ખાન, આ કારણે ટ્રોલ થઇ કિંગ ખાન ની લાડકી દીકરી