News Continuous Bureau | Mumbai
Aishwarya rai bachchan birthday:ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. ઐશ્વર્યાનું નામ ઘણા કલાકારો સાથે પણ જોડાઈ ચૂક્યું છે. ઐશ્વર્યા રાય તેના અને સલમાન ખાન ના સંબંધ ને લઈને સૌથી વધુ ચર્ચામાં રહી હતી. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. સલમાન સાથેના બ્રેકઅપ બાદ એશનું દિલ તૂટી ગયું હતું. તે સમયે વિવેક ઓબેરોયે તેને સપોર્ટ કર્યો હતો. ત્યારબાદ વિવેક સાથે પણ તેનું બ્રેકઅપ થઈ ગયું. ત્યારબાદ અભિનેત્રીના જીવનમાં અભિષેક બચ્ચન આવ્યો. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની પહેલી મુલાકાત સ્વિટ્ઝરલેન્ડમાં થઈ હતી. જ્યાં ઐશ્વર્યા તેની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી.
ઐશ્વર્યા રાય અને અભિષેક ની લવસ્ટોરી
અભિષેક અને ઐશ્વર્યા એ સાથે આઠ ફિલ્મોમાં કામ કર્યું છે. આ યાદીમાં પહેલું નામ છે ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’. આ ફિલ્મ વર્ષ 2000માં રિલીઝ થઈ હતી, પરંતુ બંને વચ્ચે પ્રેમની શરૂઆત વર્ષ 2006માં થઈ હતી. ફિલ્મ ગુરુના પ્રીમિયર બાદ અભિષેકે ઐશ્વર્યાને ન્યૂયોર્કની એક હોટલની બાલ્કનીમાં ફિલ્મી સ્ટાઈલમાં પ્રપોઝ કર્યું હતું. અને ઐશ્વર્યા એ તે તરત જ સ્વીકારી લીધું હતું. તમને જણાવી દઈએ કે, ઐશ્વ્ર્યા અને અભિષેક ની પ્રથમ મુલાકાત સ્વીત્ઝર્લેન્ડ માં થઇ હતી ત્યારે અભિષેક સ્પોટબોય નું કામ કરી રહ્યો હતો અને ઐશ્વ્ર્યા તેની પ્રથમ ફીલ નું શૂટિંગ કરી રહી હતી. ઐશ્વર્યા અને અભિષેક એ સાથે ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’, ગુરુ, ઉમરાવ જાન, રાવણ, ધૂમ 2, જેવી ફિલ્મો માં કામ કર્યું છે.
આ સમાચાર પણ વાંચોઃ Aishwarya Rai Bachchan આજે વિશ્વ સુંદરી એશ્વર્યાનો જન્મ દિવસ, એક સમયે મેડિસીન વર્લ્ડમાં કરીયર બનાવવા માંગતી હતી એશ- જુઓ ફોટોઝ અને વાંચો જીવનની ખાસ વાતો
વર્ષ 2007માં બંનેએ સગાઈ કરી અને તે જ વર્ષે લગ્ન કરી લીધા. ઐશ્વર્યા અને અભિષેક ને એક પુત્રી છે તેનું નામ આરાધ્યા છે. હાલ બંને સફળ લગ્ન જીવન જીવી રહ્યા છે.