News Continuous Bureau | Mumbai
Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય બચ્ચને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાનું નામ કમાવ્યુ છે. ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા છે.જો કે, છેલ્લા ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે ઐશ્વર્યા અને તેના સાસરિયાઓ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું અને તેથી તે અને અભિષેક અલગ થવા જઈ રહ્યા છે, પરંતુ અત્યાર સુધી ઐશ્વર્યા કે અભિષેકે આ વિશે કોઈ ખુલાસો કર્યો નથી.હવે તેમના અલગ થવાની અફવાઓ વચ્ચે, ઐશ્વર્યા નો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેની રોકા સેરેમની વિશે જણાવી રહી છે.
ઐશ્વર્યા રાય ની સિક્રેટ રોકા સેરેમની
સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયો માં ઐશ્વર્યા કહી રહી છે કે, ‘રોકા સેરેમની જેવું કંઈક છે. અમે દક્ષિણ ભારતીય છીએ, તેથી મને રોકા વિશે કંઈ ખબર નહોતી. અચાનક તેના (અભિષેકના) ઘરેથી અમારા માટે ફોન આવ્યો. ‘અમે આવી રહ્યા છીએ.’ મારા પપ્પા શહેરની બહાર હતા અને હું ઇચ્છતી હતી કે પપ્પા તમે આવો’ અને તેઓ હતા કે , ‘હા, કોઈ વાંધો નહીં.’ મને આવતા એક દિવસ લાગશે. પા (અમિતાભ બચ્ચન) અને દરેક જણ એવા હતા, ‘અમે આવી રહ્યા છીએ’ અને અભિષેકે મને કહ્યું, ‘હું તેમને રોકી શકતો નથી. અમે રસ્તામાં છીએ. અમે તમારા ઘરે આવી રહ્યા છીએ.’ મારી મમ્મી મારી સાથે હતી, પપ્પા ઘરની બહાર હતા અને તેઓ બધા અમારા ઘરે આવ્યા હતા અને ખૂબ જ લાગણીશીલ હતા. હું ‘ઓહ માય ગોડ, આવું થઈ ગયું.’ પછી તેણીએ કહ્યું, ‘ચાલ, આપણે ઘરે જઈએ’. અહીં શું થયું તે હું સમજી શકી નહીં. મને લાગ્યું, ‘શું આ સગાઈ છે?’
Aishwarya Rai and Abhishek bachchan engagement unseen story
byu/Electronic-Top-6352 inBollyBlindsNGossip
તમને જણાવી દઈએ કે, અભિષેક અને ઐશ્વર્યા ના લગ્ન 20 એપ્રિલ 2007 માં થયા હતા. તેઓને એક પુત્રી આરાધ્યા છે, જેનો જન્મ નવેમ્બર 2011માં થયો હતો.
આ સમાચાર પણ વાંચો : Sushmita sen: માઇનસ 1 ડિગ્રી તાપમાન માં સુષ્મિતા સેને લગાવી પાણીમાં આગ, અભિનેત્રીએ શેર કર્યો તેનો હોટ પુલ નો વિડીયો
