News Continuous Bureau | Mumbai
Aishwarya Rai Professionalism: બોલિવૂડ સુપરસ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની સુંદરતાની સાથે સાથે કામ પ્રત્યેની તેની ગંભીરતા અને શિસ્ત માટે પણ જાણીતી છે. હાલમાં જ હૈદરાબાદના જાણીતા જ્વેલરી હાઉસના પ્રતીક્ષા પ્રશાંતે ઐશ્વર્યા રાય સાથે કામ કરવાના અનુભવો શેર કર્યા છે. મણિ રત્નમની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન’ ના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યાએ જે સમર્પણ બતાવ્યું હતું, તે જાણીને તમે પણ ચોંકી જશો.
આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Ban: પાકિસ્તાન સહિત વિદેશી ધરતી પર ‘ધુરંધર ૨’ ના પ્રદર્શન પર રોક; ફિલ્મની વાર્તા કે એક્શન? જાણો અસલી કારણ
સાડી પર કરચલી ન પડે તે માટે ૭ કલાક સુધી બેસી નહીં
પ્રતીક્ષા પ્રશાંતે એક મુલાકાતમાં જણાવ્યું કે, ઐશ્વર્યા રાય માત્ર નામથી જ સ્ટાર નથી, પરંતુ તેનું કામ પણ એટલું જ ચોક્કસ છે. ફિલ્મના એક સીન દરમિયાન ઐશ્વર્યાએ અત્યંત સુંદર ઓર્ગેન્ઝા સાડી પહેરી હતી. આ સાડી પર જરા પણ કરચલી ન પડે અને તેનો લુક બગડે નહીં, તે માટે ઐશ્વર્યા સેટ પર સતત સાત કલાક સુધી ઉભી રહી હતી. તે એકવાર પણ ખુરશી પર બેસી નહોતી. પ્રતીક્ષાએ ઉમેર્યું કે, ઐશ્વર્યા તેના હેરસ્ટાઈલ માં એક પિન પણ દેખાય તેવું ઈચ્છતી નથી, તે દરેક એંગલથી પરફેક્શન ઈચ્છે છે.
રસપ્રદ વાત એ છે કે, અભિનેત્રી શોભિતા ધુલીપાલાએ નાગા ચૈતન્ય સાથેના લગ્નમાં જે ટ્રેડિશનલ જ્વેલરી પહેરી હતી, તે અગાઉ ઐશ્વર્યા રાયે ‘પોન્નિયન સેલ્વન’ માં પહેરી હતી. પ્રતીક્ષા પ્રશાંતના જણાવ્યા મુજબ, જ્યારે શોભિતા આ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી, ત્યારે જ તેણે નક્કી કરી લીધું હતું કે તે પોતાની વાસ્તવિક જિંદગીના લગ્નમાં પણ આ જ ડિઝાઈનની જ્વેલરી પહેરશે. શોભિતાની સ્ટાઈલ અને પસંદગીના પણ જ્વેલરે ખૂબ વખાણ કર્યા છે.ઐશ્વર્યા રાયે મણિ રત્નમની આ ફિલ્મમાં ‘નંદિની’ નું યાદગાર પાત્ર ભજવ્યું હતું. તેના શાનદાર અભિનય માટે તેને સાઉથ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંના એક SIIMA માં ‘બેસ્ટ એક્ટ્રેસ ઇન લીડિંગ રોલ – ક્રિટિક્સ’ ના એવોર્ડથી નવાજવામાં આવી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
