Site icon

પાન મસાલાની જાહેરાત પર અક્ષય કુમારના નિવેદન બાદ અજય દેવગને જણાવ્યું પોતાનું મંતવ્ય, કહી આ મોટી વાત

News Continuous Bureau | Mumbai

હિન્દી સિનેમાના ત્રણ મોટા સુપરસ્ટાર્સની એક જાહેરાત આ દિવસોમાં ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. આ જાહેરાતમાં એકસાથે આવવા બદલ શાહરૂખ ખાન,(Shahrukh Khan) અજય દેવગન (Ajay Devgan) અને અક્ષય કુમાર (Akshay Kumar)ની જેટલી પ્રશંસા થઈ રહી છે તેના કરતાં વધુ ટીકા થઈ રહી છે. અક્ષય કુમાર આમાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.ટ્રોલર્સ  તેના જૂના વીડિયો શેર (old video) કરી રહ્યા છે અને તેને યાદ અપાવી રહ્યા છે કે તેણે ક્યારેય પાન મસાલા (pan masala ad) કંપનીની જાહેરાત ન કરવાનું કહ્યું હતું. જો કે અક્ષય કુમારે આ અંગે માફી માંગી છે અને ભવિષ્યમાં આવી જાહેરાતો નહીં કરવાની વાત કરી છે, પરંતુ તેમ છતાં ટ્રોલર્સ  (trollers)તેને છોડવાના મૂડમાં નથી. આ દરમિયાન અજય દેવગણે આ સમગ્ર વિવાદ પર પોતાનું મંતવ્ય આપ્યું છે.

Join Our WhatsApp Community

અજયે એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં (interview) કહ્યું હતું કે કોઈપણ વસ્તુની જાહેરાત કરવી એ કોઈની પણ અંગત બાબત છે. આપણે આપણા પોતાના નિર્ણયો લેવા માટે પૂરતા પરિપક્વ છીએ. તેમણે કહ્યું કે કેટલાક ઉત્પાદનો હાનિકારક હોય છે અને કેટલાક એવા હોય છે જે નુકસાન કરતા નથી. હું એલચીની જાહેરાત કરું છું. અજયના કહેવા પ્રમાણે, જે વસ્તુઓને કારણે નુકશાન થતું હોય તેવી વસ્તુઓ વેચવી જ ના જોઈએ.

આ સમાચાર પણ વાંચો: બોલિવૂડ ની આ અભિનેત્રી સાથે કામ કરવા માંગે છે 'KGF ચેપ્ટર 2' ના રોકી ભાઈ, ઈન્ટરવ્યુમાં જણાવ્યું કારણ

તમને જણાવી દઈએ કે હાલમાં જ અક્ષય કુમારને  (Akshay Kumar) પાન મસાલા કંપનીની જાહેરાતને લઈને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ પછી, અક્ષય કુમારે સોશિયલ મીડિયા (social media)પર એક નોટ શેર કરીને જાહેરાત માટે માફી માંગી. આ સાથે તેણે ભવિષ્યમાં આવી જાહેરાતો ટાળવાની પણ વાત કરી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર હાલમાં જ ફિલ્મ બચ્ચન પાંડેમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી નથી. બીજી તરફ અજય દેવગન ટૂંક સમયમાં રનવે 34માં જોવા મળશે. આ ફિલ્મ 29 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

Amitabh Bachchan: ઐશ્વર્યા રાયનું સાહસ,દીકરી આરાધ્યાના જન્મ સમયે પેઇનકિલર ન લેવાનો નિર્ણય, અમિતાભ બચ્ચને ગણાવી ‘હિંમતવાન માતા’.
Madhuri Dixit: ઉદયપુરની ગ્રાન્ડ વેડિંગમાં છવાઈ માધુરી દીક્ષિત, કર્યો ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ
Shahrukh khan: શાહરુખ ખાને વૈશ્વિક મંચ પર ૨૬/૧૧ અને પહલગામના વીરોને યાદ કર્યા, દર્શકો થયા પ્રભાવિત
Mahavatar Narsimha: ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ,’મહાવતાર નરસિમ્હા’ ઓસ્કર ૨૦૨૬ની રેસમાં સામેલ, આટલી ફિલ્મો સાથે થશે ટક્કર!
Exit mobile version