Site icon

અક્ષયકુમાર અને રજનીકાંત પછી, આ અભિનેતા બેયર ગ્રિલ્સના શોનો ભાગ બનશે, કરશે આશ્ચર્યજનક પરાક્રમો; જાણો કોણ છે તે અભિનેતા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો          

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

અત્યાર સુધી તમે બૉલિવુડ અભિનેતા અજય દેવગણને માત્ર ફિલ્મોમાં સ્ટંટ કરતા જોયો હશે, પરંતુ હવે અજય દેવગણ ટૂંક સમયમાં વાસ્તવિક જીવનમાં સ્ટંટ કરતો જોવા મળશે અને જીવનનિર્વાહ કરવા માટે ઘણાં સાહસો કરશે. હા, અભિનેતા અજય દેવગણ ટૂંક સમયમાં બેયર ગ્રિલ્સનો શો ‘In to the wild’માં જોવા મળશે. અજય દેવગણ પહેલાં આ શોમાં અન્ય ઘણા ફિલ્મી સ્ટાર્સ દેખાયા છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ બેયર ગ્રિલ્સના શોનો ભાગ રહ્યા છે. સમાચાર અનુસાર અજય દેવગણની સાથે અન્ય એક બૉલિવુડ અભિનેતા પણ બેયર ગ્રિલ્સના આ શોનો ભાગ બનશે. જોકે હજુ સુધી એ ખુલાસો થયો નથી કે અજય દેવગણ સિવાય અન્ય કયા કલાકારો શોનો ભાગ બનવા જઈ રહ્યા છે.

અજય દેવગણ અને બેર ગ્રિલ્સ સેલિબ્રિટીઝના સૌથી મનપસંદ વેકેશનની ઉજવણી કરવાને બદલે માલદીવમાં ‘In to the wild’ શોનું શૂટિંગ કરવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર અજય દેવગણ પણ શૂટિંગ માટે માલદીવ જવા રવાના થયો છે. બેયર ગ્રિલ્સ સાથે અજય દેવગણને જોવો તેના ચાહકો માટે  કોઈ મહેફિલથી ઓછું નથી. અજય દેવગણના ચાહકો આ સમાચાર સામે આવતાં જ સોશિયલ મીડિયા પર ભારે ઉત્સાહ બતાવી રહ્યા છે. અજય દેવગણના ઘણા ફેન પેજ પર તેની કેટલીક તસવીરો પણ શૅર કરવામાં આવી છે. આ તસવીરોમાં અજય દેવગણ ફ્લાઇટમાં જોવા મળી રહ્યો છે. આ તસવીરો શૅર કરતાં ફેન પેજ પર લખવામાં આવ્યું છે કે અજય દેવગણ માલદીવ જવા રવાના થયો છે.

બબિતા અને ટપુ વચ્ચેના સંબંધ મામલે મીડિયામાં ટિપ્પણી થતાં ભડકી ગઈ મુનમુન દત્તા; કહી આ વાત

જણાવી દઈએ કે અજય દેવગણ પહેલાં અભિનેતા અક્ષયકુમાર અને રજનીકાંત પણ બેયર ગ્રિલ્સના આ શોમાં દેખાયા છે. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ બેયર ગ્રિલ્સના શોનો ભાગ રહ્યા છે. ‘In to the wild’ના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વધુ ને વધુ વાયરલ થઈ રહ્યા છે. આ તમામ એપિસોડ પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. હવે દર્શકો અજય દેવગણના એપિસોડની પણ આતુરતાથી રાહ જોશે.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version