ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
૮મી જુલાઇએ, રામસે બ્રધર્સના સૌથી મોટા ભાઈ કુમાર રામસેનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. ૮૦-૯૦ના દાયકામાં રામસે બ્રધર્સ હોરર ફિલ્મોના શહેનશાહ તરીકે ઓળખાતા હતા. રામસે બ્રધર્સે લગભગ ૪૫ ફિલ્મો બનાવી છે. તેમની ખ્યાતિ જોઈ અજય દેવગણ તેમના જીવન પર આધારિત ફિલ્મ બનાવાનો નિર્ણય કર્યો અને તેણે એના હક્ક પણ ખરીદી લીધા છે. ૨૦૧૯માં જ આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી હતી. અજય દેવગણ આ ફિલ્મનું નિર્માણ પ્રીતિ સિન્હા સાથે મળીને કરવાનો છે. તેણે આની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપતાં કહ્યું હતું કે, પ્રીતિ સિન્હા અને મને, અમારા આગલા પ્રોજેક્ટની ઘોષણા કરતાં ખુશી થઈ રહી છે. ફિલ્મની સ્ક્રિપ્ટ રીતેશ શાહ લખી રહ્યો છે.
આ ફિલ્મ રામસે પરિવારની ત્રણ પેઢીઓના ઝનૂન અને સફળતાની અનોખી કહાની વિશે હશે, પરંતુ આ ફિલ્મનું નામ તથા એમાં કયા કલાકારો કામ કરશે એ વિશે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.