Dhurandhar : ધુરંધર ફિલ્મમાં અક્ષય ખન્નાનો વાયરલ ડાન્સ ૩૬ વર્ષ જૂનો, પિતા વિનોદ ખન્નાના ડાન્સ સ્ટેપ્સ સાથે થઈ તુલના

Dhurandhar : બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરનારી ફિલ્મ ધુરંધરમાં અક્ષય ખન્નાનો FA9LA ગીત પરનો ડાન્સ ચર્ચામાં, જેની પ્રેરણા પિતા વિનોદ ખન્નાના જૂના વીડિયોમાંથી મળી

by Zalak Parikh
akshay khanna copied father vinod khanna dance in dhurandhar

News Continuous Bureau | Mumbai

Dhurandhar : બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરવામાં ફિલ્મ ધુરંધર ખરેખર ધુરંધર સાબિત થઈ છે. ફિલ્મની કમાણી બધાને ચોંકાવી રહી છે. રણવીર સિંહની ફિલ્મ માટે લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું દરેક પાત્ર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વળી, રણવીર કરતાં વધુ વખાણ અક્ષય ખન્નાના થઈ રહ્યા છે. ફિલ્મમાં અક્ષય ખન્નાએ જે ડાન્સ કર્યો છે તે ખૂબ જ વાયરલ છે, પરંતુ તેની વાર્તા ખરેખર વર્ષો જૂની છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar: આ છે માસ્ટરમાઇન્ડ, ‘ધુરંધર’માં અક્ષય ખન્નાના ડાન્સ સ્ટેપ્સ પાછળ કોનો હાથ? કો-એક્ટરે કર્યો ખુલાસો!

અક્ષયે કોપી  કર્યો પિતા વિનોદ ખન્નાનો ડાન્સ!

ફિલ્મ ‘ધુરંધર’ માં અભિનેતા અક્ષય ખન્નાએ ભજવેલું ‘રહેમાન ડકૈત’નું પાત્ર ખૂબ વખણાઈ રહ્યું છે. આ પાત્રની સાથે જ ફિલ્મનું એક ગીત ‘FA9LA’ પણ ચર્ચાનો વિષય બન્યું છે, જે હાલમાં આખા ભારતમાં ટ્રેન્ડ કરી રહ્યું છે.આ ગીતમાં અક્ષય ખન્નાએ જે ડાન્સ કર્યો છે, તેને સોશિયલ મીડિયા પર જબરદસ્ત લોકપ્રિયતા મળી છે. ગીતની આ લોકપ્રિયતાને કારણે નિર્માતાઓએ તેને રિલીઝ કરી દીધું છે.ખાસ વાત એ છે કે અક્ષય ખન્નાએ આ ડાન્સની પ્રેરણા પોતાના પિતા વિનોદ ખન્ના પાસેથી લીધી છે. વિનોદ ખન્નાએ વર્ષો પહેલાં આના જેવો જ ડાન્સ કર્યો હતો, અને હવે તેમનો તે જૂનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


દિવંગત અભિનેતા અને અક્ષય ખન્નાના પિતા વિનોદ ખન્નાનો જે ડાન્સ વાયરલ થઈ રહ્યો છે, તે ખરેખર આજથી લગભગ ૩૬ વર્ષ જૂનો છે. આ વિડિયો ૧૯૮૯ નો જણાવવામાં આવી રહ્યો છે, જ્યારે વિનોદ ખન્ના એક ચેરિટીઇવેન્ટ માટે પાકિસ્તાનના લાહોર ગયા હતા. જ્યાં તેમણે રેખા અને અમિતાભ બચ્ચન સાથે ડાન્સ કર્યો હતો. આ ઇવેન્ટમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને ક્રિકેટર જાવેદ મિયાંદાદ પણ એક જ મંચ પર જોવા મળ્યા હતા. તે જ ઇવેન્ટમાં વિનોદ ખન્નાએ ડાન્સ કર્યો હતો અને હવે તે જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો અક્ષય ખન્નાના ડાન્સ સાથે જોડી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More