News Continuous Bureau | Mumbai
ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું(businessman Cyrus Mistry) માર્ગ અકસ્માતમાં(Road accident) મોત થયા બાદ માર્ગ સુરક્ષા નિયમો(Road safety rules) પર નવી ચર્ચા શરૂ થઈ છે. સેલિબ્રિટીથી (celebrity) લઈને સરકાર સુધી પોતપોતાના સ્તરે લોકો રોડ સેફ્ટીના(Road Safety) નિયમો વિશે ચેતવણી આપી રહ્યા છે. આ અંગે અક્ષય કુમારની (Akshay Kumar) એક જાહેરાત(Advertisement) પણ આવી છે, જેમાં તે કારમાં એરબેગ્સનું (airbags) મહત્વ જણાવતો જોવા મળી રહ્યો છે. જોકે, સોશિયલ મીડિયા(Social media) પર અભિનેતાની આ જાહેરાત સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. નેટીઝન્સ(Netizens) અભિનેતા પર દહેજ પ્રથાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી રહ્યા છે.
જણાવી દઈએ કે સરકારે 6 એરબેગ્સ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે અક્ષય કુમારની સાથે TVC એડ જારી કરી છે. અભિનેતાની આ જાહેરાત ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય(Road Transport and Highways Ministry) (MoRTH) દ્વારા બહાર પાડવામાં આવી છે. એડમાં અક્ષય કુમાર ટ્રાફિક કોપના(Traffic police) રોલમાં છે. તેમાં કન્યાની વિદાયનું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે. વિદાય સમયે દુલ્હન તેના પિતાએ ભેટમાં આપેલી કારમાં બેસીને રડી રહી છે. દીકરીને જોઈને પિતા પણ ભાવુક થઈ રહ્યા છે. ત્યારે અક્ષય કુમાર દુલ્હનના પિતા પાસે જાય છે અને કહે છે, 'તમે તમારી દીકરીને આવા વાહનમાં વિદાય કરશો તો તે રડશે.' પછી તે પિતાને કહે છે કે આ કારમાં 6 એરબેગ નથી એટલે દીકરી રડે નહીં તો હસશે. આ પછી પિતા તેને 6 એરબેગ્સવાળી કાર ગિફ્ટ કરે છે અને દીકરી હસવા લાગે છે. કારમાં 6 એરબેગ્સનું મહત્વ પણ જાહેરાતમાં ગ્રાફિકની મદદથી જણાવવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : તોશુ ને મળવા શાહ હાઉસ આવશે તેની ગર્લફ્રેન્ડ-શાહ હાઉસ માં થશે એક્સ્ટ્રા મેરિટલ અફેર નું પુનરાવર્તન-શું કિંજલ બનશે બીજી અનુપમા-જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે
6 एयरबैग वाले गाड़ी से सफर कर जिंदगी को सुरक्षित बनाएं#राष्ट्रीय_सड़क_सुरक्षा_2022#National_Road_Safety_2022 @akshaykumar pic.twitter.com/5DAuahVIxE
— Nitin Gadkari (@nitin_gadkari) September 9, 2022
— Nitin Gadkari (@nitin_gadkari) September 9, 2022
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Union Transport Minister Nitin Gadkari) તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ(Twitter handle) પર આ જાહેરાત શેર કરી છે. આ સાથે તેણે કેપ્શન લખ્યું છે કે, '6 એરબેગ સાથે વાહનમાં મુસાફરી કરીને જીવનને સુરક્ષિત બનાવો.' ગડકરીના આ ટ્વીટ પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક તરફ લોકો તેમને રોડ સેફ્ટીના નિયમો સિવાય રસ્તાઓની હાલત જોવાની સલાહ આપી રહ્યા છે. તો સાથે જ કેટલાક યુઝર્સ આ જાહેરાતનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે અભિનેતાની આ જાહેરાત દહેજ પ્રથાને પ્રોત્સાહન આપી રહી છે.
You do realise you are encouraging dowry
— Nayanika (@nayanikaaa) September 12, 2022
ટ્વિટર પર અક્ષય કુમારની આ એડના કન્ટેન્ટ પર સવાલો ઉઠી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'શું તમે જાણો છો કે તમે દહેજને પ્રોત્સાહન આપો છો?' અન્ય એક યુઝરે લખ્યું, 'અમે અને તમે ઉત્તર ભારતમાં દીકરીઓના ગરીબ માતા-પિતા પર બોજ કેમ વધારી રહ્યા છીએ? છ એરબેગ્સ માટે જાહેરાત બનાવવા માટે અન્ય કોઈ રીત હોઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : બ્રોકન હાર્ટ ડિઝાઇનનું બેકલેસ ટોપ પહેરીને જોવા મળી ઉર્ફી જાવેદ -વિડીયો થયો ઇન્ટરનેટ પર વાયરલ -જુઓ વીડિયો
