News Continuous Bureau | Mumbai
અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ (Samrat Prithviraj)આજે રિલીઝ થઈ રહી છે. આ દરમિયાન તે ફિલ્મના પ્રમોશનની સાથે મીડિયા સાથે પણ વાતચીત કરી રહ્યો છે. આ દરમિયાન તેણે કહ્યું કે તે અલ્લુ અર્જુન સાથે કામ(work with Allu Arjun) કરવા માંગે છે. અક્ષય કુમારે એમ પણ કહ્યું કે બોલિવૂડ અને દક્ષિણ ભારતીય (south indian film)ફિલ્મો વચ્ચે કોઈ વિભાજન ન હોવું જોઈએ. તેમજ તમામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ સાથે મળીને કામ કરવું જોઈએ. અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજમાં માનુષી છિલ્લર, સંજય દત્ત અને સોનુ સૂદ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું શીર્ષક પહેલા પૃથ્વીરાજ હતું અને બાદમાં તે સમ્રાટ પૃથ્વીરાજ કરવામાં આવ્યું. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે.
અક્ષય કુમારે ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજના પ્રમોશન દરમિયાન (Samrat Prithviraj promotion)મીડિયા સાથે વાતચીત કરી હતી. અક્ષય કુમારને પૂછવામાં આવ્યું કે કેવી રીતે સાઉથની ફિલ્મો (south film)હિન્દી ફિલ્મો કરતાં સારો બિઝનેસ કરી રહી છે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, મહેરબાની કરીને દેશમાં ભાગલા પાડો અને રાજ કરો જેવી સ્થિતિ ન બનાવો. ઉત્તર અને દક્ષિણ કંઈ નથી. આપણે બધા એક ઉદ્યોગ છીએ. હવે સમય આવી ગયો છે કે તમામ ઉદ્યોગો સાથે મળીને કામ કરે. અક્ષય કુમારે એમ પણ કહ્યું કે અલ્લુ અર્જુને(Allu Arjun) જલ્દી મારી સાથે કામ કરવું જોઈએ અને હું સાઉથના એક અભિનેતા સાથે કામ કરીશ. હવેથી એવું જ થશે.જો આમ થશે તો દર્શકો માટે આ બે એક્શન સ્ટાર્સ (action star)ને એકસાથે જોવું રોમાંચક અને મનોરંજક બની રહેશે.
આ સમાચાર પણ વાંચો : નેટફ્લિક્સ એ રાધિકા આપ્ટેની ફિલ્મ સહિત છ નવા શો કર્યા રદ્દ-હવે આ ઝોનર ની ફિલ્મો નેટફ્લિક્સ ના નિશાન પર
તમને જણાવી દઈએ કે અભિનેતા 2021માં આવેલી અલ્લુ અર્જુનની હિટ ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝની(Pushpa the rise) બીજી એપિસોડ 'પુષ્પાઃ ધ રૂલ' માટે ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરી શકે છે. અભિનેતા 'પુષ્પાઃ ધ રાઇઝ'માં ચંદનના દાણચોર તરીકે જોવા મળ્યો હતો.