News Continuous Bureau | Mumbai
Akshay kumar: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર તેના સરળ સ્વભાવ માટે જાણીતો છે. તે તેના ચાહકોની પણ ખૂબ કાળજી રાખે છે. હવે ફરી એકવાર અક્ષય કુમારે તેના સરળ સ્વભાવ નો પરિચય કરાવ્યો છે. અક્ષય કુમાર નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને ચાહકો અભિનેતા ના વખાણ કરતા થાકતા નથી.
અક્ષય કુમાર નો વિડીયો
આ વાયરલ વિડીયો એરપોર્ટ નો છે. જ્યારે ચાહકો એરપોર્ટ પર અક્ષય કુમાર સાથે સેલ્ફી લેવા માટે આગળ આવ્યા, ત્યારે સુરક્ષા ગાર્ડે તેમને હટાવવાનો પ્રયાસ કર્યો. આ જોઈને અક્ષયે તેને ઠપકો આપ્યો અને કહ્યું, ‘છોડ ને યાર’ અને બધા સાથે ફોટો ક્લિક કરાવવા લાગ્યો. અભિનેતાની આ દરિયાદિલી ચાહકોને ખૂબ પસંદ આવી. તેમણે અક્ષય કુમાર ના નમ્ર સ્વભાવના વખાણ કર્યા છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર ‘ઓહ માય ગોડ 2’ અને ‘મિશન રાણીગંજ – ધ ગ્રેટ ભારત બચાવ’માં જોવા મળ્યો હતો. હવે અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ સિંઘમ અગેન ના શૂટિંગ માં વ્યસ્ત છે.
આ સમાચાર પણ વાંચોઃ Indian idol: 19 વર્ષ બાદ ‘ઇન્ડિયન આઇડલ’ સીઝન વન ના રનર અપ અમિત સના નું છલકાયું દર્દ, શો અને ચેનલ પર ગંભીર આરોપ લગાવતા કહી આ વાત