Site icon

Akshay kumar: ‘ચા કરતાં કીટલી ગરમ’ અક્ષય કુમાર ના બોડીગાર્ડે ફેન સાથે કર્યું ખરાબ વર્તન, અભિનેતા એ આ રીતે સંભાળી બાજી

Akshay kumar: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર તેના સરળ સ્વભાવ માટે જાણીતો છે. હવે ફરી એકવાર ખિલાડી કુમારે તેના સરળ સ્વભાવ નો પરિચય કરાવ્યો છે. સોશિયલ મીડિયા પર અક્ષય કુમાર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈ ને ચાહકો અભિનેતા ના વખાણ કરી રહ્યા છે.

akshay kumar bodyguard pushed the fan the actor took immediate action

akshay kumar bodyguard pushed the fan the actor took immediate action

News Continuous Bureau | Mumbai

Akshay kumar: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર તેના સરળ સ્વભાવ માટે જાણીતો છે. તે તેના ચાહકોની પણ ખૂબ કાળજી રાખે છે. હવે ફરી એકવાર અક્ષય કુમારે તેના સરળ સ્વભાવ નો પરિચય કરાવ્યો છે. અક્ષય કુમાર નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને ચાહકો અભિનેતા ના વખાણ કરતા થાકતા નથી.

Join Our WhatsApp Community

 

અક્ષય કુમાર નો વિડીયો 

આ વાયરલ વિડીયો એરપોર્ટ નો છે. જ્યારે ચાહકો એરપોર્ટ પર અક્ષય કુમાર સાથે સેલ્ફી લેવા માટે આગળ આવ્યા, ત્યારે સુરક્ષા ગાર્ડે તેમને હટાવવાનો પ્રયાસ કર્યો. આ જોઈને અક્ષયે તેને ઠપકો આપ્યો અને કહ્યું, ‘છોડ ને યાર’ અને બધા સાથે ફોટો ક્લિક કરાવવા લાગ્યો. અભિનેતાની આ દરિયાદિલી ચાહકોને ખૂબ પસંદ આવી. તેમણે અક્ષય કુમાર ના નમ્ર સ્વભાવના વખાણ કર્યા છે.


તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર ‘ઓહ માય ગોડ 2’ અને ‘મિશન રાણીગંજ – ધ ગ્રેટ ભારત બચાવ’માં જોવા મળ્યો હતો. હવે અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ સિંઘમ અગેન ના શૂટિંગ માં વ્યસ્ત છે. 

આ સમાચાર પણ વાંચોઃ Indian idol: 19 વર્ષ બાદ ‘ઇન્ડિયન આઇડલ’ સીઝન વન ના રનર અપ અમિત સના નું છલકાયું દર્દ, શો અને ચેનલ પર ગંભીર આરોપ લગાવતા કહી આ વાત

 

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version