News Continuous Bureau | Mumbai
Twinkle khanna: ટ્વીન્કલ ખન્ના ઘણા સમય થી સિલ્વર સ્ક્રીન પર જોવા મળી નથી.હવે ટ્વીન્કલ ખન્ના અભિનેત્રી માંથી લેખિકા બની ગઈ છે.ટ્વીન્કલ ખન્ના એ બોલિવૂડ ના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા છે. ઘણીવાર કપલ સોશિયલ મીડિયા પર એકબીજા માટે પોસ્ટ કરતા રહે છે. અક્ષય કુમાર માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે કે, તેની પત્ની ટ્વીન્કલ ખન્ના ગ્રેજ્યુએટ બની ગઈ છે. ટ્વીન્કલ ખન્નાએ 50 વર્ષની ઉંમરે લંડન યુનિવર્સિટીમાંથી ફિક્શન રાઈટિંગ માસ્ટર પ્રોગ્રામમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. છે.ટ્વીન્કલ ખન્નાની આ સિદ્ધિથી અક્ષય કુમાર ખૂબ જ ખુશ છે અને આ માટે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેની પત્નીને અભિનંદન પણ આપ્યા છે.
અક્ષય કુમારે શેર કરી પોસ્ટ
અક્ષય કુમારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટ્વિંકલ ખન્ના સાથેની એક તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતા અક્ષયે લખ્યું છે કે, ‘બે વર્ષ પહેલા જ્યારે તમે મને કહ્યું હતું કે તમે ફરીથી અભ્યાસ કરવા માગો છો ત્યારે મને આશ્ચર્ય થયું હતું કે શું તમે ખરેખર તેના વિશે ગંભીર છો? પણ જે દિવસે મેં જોયું કે તમે આટલી મહેનત કરી રહ્યા છો. મને એ જોઈને નવાઈ લાગી કે ઘર અને કારકિર્દીની સાથે સાથે મને અને આખું વિદ્યાર્થી જીવન પણ જીવી રહ્યા છો ત્યારે મને નવાઈ લાગી હતી. મને ખબર હતી કે મેં એક સુપરવુમન સાથે લગ્ન કર્યા છે. આજે તમારા ગ્રેજ્યુએશન પર, હું પણ ઈચ્છું છું કે મેં થોડો વધુ અભ્યાસ કર્યો હોત જેથી હું તમને કહેવા માટે શબ્દો શોધી શકું, અને તમને જણાવી શું કે હું તમારા પર કેટલો ગર્વ અનુભવું છું. ટીના, અભિનંદન અને હું તમને પ્રેમ કરું છું.’
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ટ્વીન્કલ ખન્ના એ ચાહકો સાથે તેના કૉલેજ જીવનની એક ઝલક પણ શેર કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: તો આ કારણ થી હાથ માં કાળો બેન્ડ બાંધે છે અમિતાભ બચ્ચન, પોતાના બ્લોગમાં આ વિશે કર્યો ખુલાસો