Site icon

ખિલાડી અક્ષય કુમાર લાલ સાડી અને બંગડી પહેરીને બન્યો ‘લક્ષ્‍‍મી’, જાણો ક્યારે રિલીઝ થશે તેની ફિલ્મ ‘લક્ષ્મી બૉમ્બ’…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો 
મુંબઈ
12 ઓક્ટોબર 2020
બોલિવુડ અભિનેતા ખિલાડી અક્ષય કુમાર ની બહુ જ ચર્ચાસ્પદ ફિલ્મ ‘લક્ષ્મી બૉમ્બ’ અંગે ફેન્સમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.. કારણ કે, આ ફિલ્મમાં અક્ષય એકદમ અલગ અંદાજમાં નજર આવશે. તે ફિલ્મમાં ટ્રાન્સજેન્ડરનાં લૂકમાં નજર આવવાનો છે.  

Join Our WhatsApp Community

આપને જણાવી દઇએ કે, અક્ષય કુમારની લક્ષ્મી બોમ્બ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર દિવાળીનાં સમય પર 9 નવેમ્બરનાં રોજ રિલીઝ થશે. મેકર્સ ફિલ્મને હોટસ્ટાર ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને યુએસનાં થિએટર્સમાં રિલીઝ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છે.  જોકે, પહેલાં પરિસ્થિતિઓ સમજવી પણ જરૂરી રહેશે. 

નોંધનીય છે કે, આ લક્ષ્‍મી બોમ્બમાં અક્ષય કુમાર અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અગાઉ આ ફિલ્મ આ વર્ષે મે મહિનામાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના અને લોકડાઉનને કારણે લક્ષ્‍મી બોમ્બની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. લક્ષ્‍મી બોમ્બ એક હિન્દી હોરર કોમેડી ફિલ્મ છે, જેનું દિગ્દર્શન દક્ષિણ અભિનેતા રાઘવ લોરેન્સે કર્યું છે. અક્ષય કુમાર અને કિયારા અડવાણીએ આ ફિલ્મ ફોક્સ સ્ટાર સ્ટુડિયો અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સના બેનર હેઠળ તૈયાર કરી છે. આ ફિલ્મ ઉપરાંત અક્ષય કુમાર પણ ટૂંક સમયમાં સૂર્યવંશીમાં જોવા મળશે.

Katrina Kaif: કેટરીના કૈફના પ્રેગ્નન્સી રુમર્સ એ પકડ્યું જોર, બેબી બંપ સાથેની તસવીર થઈ વાયરલ
‘The Bads of Bollywood’: શું ખરેખર બનશે ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ ની બીજી સીઝન? આર્યન ખાને આપ્યો સંકેત
Deepika Padukone: ‘કલ્કી 2’માંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણે કરી મોટી જાહેરાત, જાણો અભિનેત્રી એ શું કહ્યું
Homebound: ઓસ્કાર 2026 માટે ‘હોમબાઉન્ડ’ ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ, કરણ જોહર એ ભાવુક થઇ કહી આવી વાત
Exit mobile version