ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
અક્ષયકુમારની પહેલી ફિલ્મ 'સૌગંધ' વર્ષ 1991માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સામે અભિનેત્રી શાંતિ પ્રિયા જોવા મળી હતી. શાંતિ પ્રિયાએ સાઉથની ફિલ્મોમાં ઘણું કામ કર્યું છે. જોકે હિન્દી ફિલ્મોમાં તેની કારકિર્દી ખાસ નહોતી. હવે શાંતિ ડિજિટલ પ્લૅટફૉર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે ટૂંક સમયમાં વેબ સિરીઝમાં જોવા મળશે. શાંતિ પ્રિયા 6 વર્ષ પછી અભિનયમાં પરત ફરી રહી છે. તે ટૂંક સમયમાં 'ધ ધારાવી બૅન્ક' નામની વેબ સિરીઝમાં જોવા મળશે. જોકે આ શ્રેણી વિશે હજુ સુધી વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. શાંતિ પ્રિયાનાં નજીકનાં સૂત્રે આ સમાચારની પુષ્ટિ કરી છે. તેણે વેબ સિરીઝ વિશે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.
ટ્વિટરને ટક્કર આપનાર ભારતીય કંપની 'કુ' ની ક્વીન બની ગઈ કંગના રણોત… આટલા ફોલોઅર્સ બન્યા
શાંતિ પ્રિયા ફિલ્મોમાંથી બ્રેક લેતાં પહેલાં ત્રણ વખત અભિનયમાં પરત આવી છે. ફિલ્મો ઉપરાંત તેણે ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. શાંતિ પ્રિયા ટીવી સિરિયલ 'માતા કી ચોકી' અને 'દ્વારકાધીશ'માં જોવા મળી હતી. ગયા વર્ષે શાંતિ પ્રિયા અચાનક પ્રસિદ્ધિમાં આવી, જ્યારે તેણે કહ્યું કે તેને બોલિવુડમાં રંગભેદનો સામનો કરવો પડ્યો હતો. શાંતિએ કહ્યું હતું કે આ પછી તેણે બૉલિવુડ છોડવાનું પણ મન બનાવી લીધું હતું. ગયા વર્ષે શાંતિ 'બિગ બૉસ'માં આવવાની પણ ચર્ચા હતી. ચાલો, જોઈએ કે તે આ વર્ષે આ રિયાલિટી શોનો ભાગ બને છે કે નહીં.