News Continuous Bureau | Mumbai
Akshay kumar:બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગણે તમાકુ બ્રાન્ડની નવી જાહેરાત માં સાથે જોવા મળ્યા છે. આ પહેલા પણ ત્રણેય કલાકારો એક જ કંપનીના એડ શૂટ માટે સાથે આવ્યા હતા. ઈન્ટરનેટ પર આ જાહેરાત નો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ જાહેરાતમાં ત્રણ કલાકારો ઉપરાંત અભિનેત્રી-મૉડલ સૌંદર્યા શર્મા પણ જોવા મળે છે. આ વિડીયો સામે આવતા જ અક્ષય કુમારને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. લોકો તેને એક જૂની ઘટના યાદ કરાવી રહ્યા છે, કે જયારે અક્ષય કુમારે એક તમાકુ બ્રાન્ડની એડ કર્યા પછી તેણે માફી માંગી અને કહ્યું કે તે આવી જાહેરાત ફરી ક્યારેય નહીં કરે. આવી સ્થિતિમાં તે સોશિયલ મીડિયા ટ્રોલિંગનો શિકાર બન્યો છે. ટ્રોલિંગનો શિકાર બન્યા બાદ અક્ષય કુમારે હાલમાં જ આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. હાલમાં જ એક પોસ્ટ શેર કરી ને અક્ષયે પાન મસાલાની જાહેરાત પર પોતાનો મુદ્દો રજૂ કર્યો છે.
અક્ષય કુમાર, અજય દેવગણ અને શાહરુખ ખાન ની જાહેરાત
શાહરૂખ ખાન, અજય દેવગન અને અક્ષય કુમારની પાન મસાલાની જાહેરાત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.. આ વીડિયોમાં અજય દેવગન અને શાહરૂખ ખાન કારમાં બેઠેલા જોવા મળે છે અને આ દરમિયાન બંને અક્ષયની બિલ્ડિંગ ની બહાર રાહ જોઈ રહ્યા છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે અક્ષય કુમાર હેડફોન પહેરીને સોફા પર બેઠો છે અને અજય-શાહરુખ બહાર કારનું હોર્ન વગાડી રહ્યા છે. જો કે તે પછી પણ અક્ષય આ બંનેનો અવાજ સાંભળતો નથી. પછી અજય દેવગન પાન મસાલાનું પેકેટ ખોલે છે અને અક્ષય તેની સુગંધથી આકર્ષાય છે. આ વીડિયો સામે આવ્યા બાદ ચાહકો ગુસ્સામાં છે.જોકે, અક્કીની તાજેતરની પોસ્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેની જાહેરાત જૂની છે.
View this post on Instagram
જાહેરાત પર અક્ષય કુમારે કર્યો ખુલાસો
પાન મસાલાનો વીડિયો વાયરલ થયા બાદ અક્ષય કુમારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાનો ખુલાસો કર્યો હતો. અક્ષયે ટ્વીટ કર્યું, ‘જો તમે અન્ય વસ્તુઓ સિવાય ફેક ન્યૂઝમાં રસ ધરાવો છો, તો તમારા માટે કેટલાક તથ્યો છે. આ જાહેરાત 13 ઓક્ટોબર 2021ના રોજ શૂટ કરવામાં આવી હતી. ત્યારથી મેં જાહેરાતોનું શૂટિંગ બંધ કરવાની જાહેરાત કરી હતી. પોતાની પોસ્ટમાં ખિલાડી કુમારે આગળ કહ્યું, ‘ત્યારથી મારે આ બ્રાન્ડ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ કાયદેસર રીતે આગલા મહિનાના અંત સુધી અગાઉ શૂટ કરાયેલી જાહેરાતો ચલાવી શકે છે. શાંત રહો અને કેટલાક વાસ્તવિક સમાચાર કરો.
‘Returns’ as ambassador? Here’s some fact check for you Bollywood Hungama, if by chance you are interested in things other than fake news. These ads were shot on 13th October, 2021. I have not had anything to do with the brand ever since I publicly announced the discontinuation…
— Akshay Kumar (@akshaykumar) October 9, 2023
હવે અક્ષય કુમાર ની તાજેતરની પોસ્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેની આ જાહેરાત બે વર્ષ જૂની છે.
આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan : તાલિબાને બિગ બીના વખાણ કર્યા; અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ પણ અમિતાભ બચ્ચનની પ્રશંસા કરી